નવસારીના ખેડૂતોને વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઇવેના જમીન સંપાદનનું વળતર ચૂકવાયું

નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાંથી પસાર થતા ૨૫ ગામોના ત્રણસો થી વધુ ખેડૂતોને જમીન સંપાદનના નાણાં ચૂકવવામાં આવ્યા હતા

ગુજરાતમાં(Gujarat)વડોદરા- મુંબઈ એકસપ્રેસ- વે( Vadodara Mumbai Express Way)નું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં અમદાવાદથી વડોદરા એક્સપ્રેસ હાઇવે બાદ હવે વડોદરાથી મુંબઈ એકસપ્રેસ વેનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે.

જેમાં નવસારી(Navsari)જિલ્લામાંથી પસાર થતા બરોડા મુંબઈ એક્સપ્રેસ વે ની જમીન સંપાદન નાણાં ચૂકવવામાં આવ્યા છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાંથી પસાર થતા ૨૫ ગામોના ત્રણસો થી વધુ ખેડૂતોને જમીન સંપાદનના નાણાં ચૂકવવામાં આવ્યા હતા. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ દ્વારા ચેક અર્પણ કરાયા હતા.

તેમજ ખેડૂતોને 1 વિઘા દીઠ 91 લાખ જેટલી મોટી રકમ ચૂકવાઇ છે. તેમજ દિવાળી પૂર્વે જમીન સંપાદનના સારા રૂપિયા મળતા ખેડૂતોમાં આનંદ છે.મુંબઇ – વડોદરા એક્સપ્રેસ વે માં  ખેડૂતોએ જમીન સંપાદન મામલે દક્ષિણ ગુજરાતના કુલ 32 ગામો ના 1200 ખાતેદારને વળતર આપવામાં આવશે. તેમજ અંદાજીત 5 હજારથી વધુ ખેડૂત પરિવારને વળતર મળશે.

ગુજરાતમાં રોડ રસ્તા સુધારવા માટે અને નવા બનાવવા માટે સરકાર સતત કામ કરી રહી છે. ત્યારે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે બનવાનું કામ ચાલી રહ્યું છે તેમાં ખેડૂતો ની સંપાદિત જમીનના નાણાં ચૂકવામાં આવ્યા છે.જેમાં કુલ સુરત જિલ્લાના 37 ગામો સંપાદન હેઠળ છે. જયારે સંપાદન હેઠળ સુરત જિલ્લાનો 612 હેક્ટર જમીન વિસ્તાર છે. તેમજ એક વીધે 1 કરોડથી વધુ નું વળતર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ પણ  વાંચો : ગુજરાત કોંગ્રેસે ખાતરમાં ભાવ ઘટાડાની સરકારની જાહેરાત પર ઉઠાવ્યા આ વેધક સવાલો

આ પણ  વાંચો : રાજકોટ કોર્પોરેશનની કડક કાર્યવાહી, સરકારી યોજનાના ભાડા આપેલા મકાનોને તાળા માર્યા

  • Follow us on Facebook

Published On - 9:34 pm, Mon, 1 November 21

Click on your DTH Provider to Add TV9 Gujarati