રામ રાખે તેને કોણ ચાખે ! નવસારીમાં SUV કાર નીચે આવ્યું 3 વર્ષનું બાળક, આબાદ બચાવ, જુઓ CCTV
ગુજરાતના નવસારી જિલ્લામાં એક આશ્ચર્યજનક અને દિલ ધ્રૂજાવનારી ઘટના સામે આવી છે. 3 વર્ષનું એક નાનું બાળક રમતા રમતા SUV કારની નીચે આવી ગયું, પરંતુ પરિવારની સતર્કતાના કારણે બાળકને સહિસલામત બચાવી લેવામાં આવ્યું. આ ઘટનાનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં સમગ્ર ઘટના સ્પષ્ટ રીતે જોવામાં આવી રહી છે.

શું હતી સમગ્ર ઘટના ?
નવસારીમાં બાળક પોતાના ઘરની બહાર અન્ય બાળકો સાથે રમતું હતું, ત્યારે ત્યાંથી એક SUV કાર આવી રહી હતી. કાર આગળ વધતા ત્રણ વર્ષનુ બાળક તેની નીચે આવી ગયું. જો કે કાર ચાલકે સમયસૂચકતા દાખવી અને તરત બ્રેક લગાવતાં મોટા અકસ્માતને ટાળી દીધો. પરિવારના અન્ય સભ્યો પણ તરત દોડી આવ્યા અને બાળકને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યું.
ચમત્કારિક બચાવ
જેમ જેમ કાર આગળ વધી રહી હતી, તેટલામાં જ આગળથી બાળક દબાઈ ન જાય તે પહેલા જ વાહન રોકી દેવામાં આવ્યું. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે અને સોશિયલ મીડિયા પર તે ઝડપથી વાયરલ થઈ રહી છે. બાળકનો પરિવાર પણ તાત્કાલિક ત્યાં આવી ગયો હતો અને બાળકને કાર નીચેથી ખેેંચીને કાઢી લીધો હતો.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

તંત્રએ રેસ્ક્યૂ વાહન ખસેડ્યા વીના ગંભીરા બ્રિજ પર દિવાલ ચણી લીધી !

અમૃતિયા-ઈટાલિયાના વિવાદને લઈને ગાંધીનગરમાં હાઇવોલ્ટેજ ડ્રામા-Video

કઈ રાશિના જાતકોને ભોગવવું પડશે નુકસાન અને કોને મળશે સફળતા?

અરે આની શરણાઈએ તો હુબહુ IPLની ટોનનો અવાજ કાઢ્યો- જુઓ Video