Narmada : કેવડિયામાં ભાજપ પ્રદેશ કારોબારીની બેઠક શરૂ, કેન્દ્રિય મંત્રી રાજનાથ સિંહ અને સીએમ રૂપાણીએ બેઠકનો પ્રારંભ કરાવ્યો

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે કેવડિયા પહોંચ્યા હતા અને ભાજપ પ્રદેશ કારોબારીની બેઠક શરૂ થઇ ગઇ છે.

ગુજરાત ભાજપના પ્રદેશ કારોબારીની બેઠક કેવડિયા કોલોની સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક નર્મદા ટેન્ટ સિટી-2માં ચાલી રહી છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે કેવડિયા પહોંચ્યા હતા અને ભાજપ પ્રદેશ કારોબારીની બેઠક શરૂ થઇ ગઇ છે.

સરદાર સાહેબની પ્રતિમાને સંરક્ષણ મંત્રીએ પુષ્પાંજલિ અર્પણ કરી
કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ તથા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરદાર પટેલની વિરાટ પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સંગઠનના કાર્યકરોને માર્ગદર્શન આપવા માટે આવેલા કેન્દ્ર સરકારના મંત્રી મંડળના સદસ્યો પુરુષોત્તમ રૂપાલા, ભૂપેન્દ્ર યાદવ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, સાંસદ સી. આર. પાટીલ સહિતના વરિષ્ઠ આગેવાનો સાથે જોડાયા હતા.

મુખ્યમંત્રી રૂપાણી હેલિકોપ્ટરથી કેવડિયા પહોંચ્યા
આ બેઠકમાં ભાગલેવા આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સીધા હેલિકોપ્ટરથી કેવડિયા પહોંચ્યા હતા. આ બેઠકમાં ગુજરાત ડિજિટલ ક્નેક્ટ પ્રોજેક્ટનું લોન્ચિંગ થશે. વિધાનસભાની ચૂંટણી અંગેનો રોડ મેપ તૈયાર કરાશે. આ માટે સી.આર.પાટીલની જમ્બો કારોબારીમાં ચર્ચા થશે. આ બેઠકના વિવિધ એજન્ડાની સાથે કારોબારી સભ્યો માટે ખાસ ગાઈડલાઈન પણ આપવામાં આવી છે.

પ્રદેશ ભાજપ પ્રમુખના ડ્રીમ પ્રોજેક્ટ ગુજરાત ડિજિટલ કનેક્ટનું ગ્રાન્ડ લોન્ચિંગ થશે
આ બેઠકમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના ડ્રીમ પ્રોજેક્ટ ગુજરાત ડિજિટલ કનેક્ટનું ગ્રાન્ડ લોન્ચિંગ થશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની ઉપસ્થિતિમાં વિશેષ એપ્લિકેશનો અને પ્રોગ્રામ્સથી સજ્જ 750 મહત્વના કાર્યકરોને ટેબલેટ અપાયા હતા. આ ટેબલેટમાં કેન્દ્ર તથા ગુજરાત સરકારની તમામ જનહિતની યોજના, કાર્યક્રમોની વિગતો, ફોર્મ વગેરે રહેશે.

Click on your DTH Provider to Add TV9 Gujarati