Narmada Dam: નર્મદા ડેમની જળસપાટી 123 મીટર પર પહોંચી, મહત્તમ સપાટીથી 6 Mtr દૂર, જુઓ Video
Sardar Sarovar Dam: નર્મદા ડેમની જળ સપાચી 132 મીટર પર પહોંચી છે. ડેમ મહત્તમ સપાટીથી 6 મીટર દુર છે. હાલમાં સરદાર સરોવરમાં પાણીનો જથ્થો 77.81 ટકા જેટલો રવિવારે બપોર બાદ નોંધાયો હતો.
નર્મદા ડેમની જળ સપાચી 132 મીટર પર પહોંચી છે. ડેમ મહત્તમ સપાટીથી 6 મીટર દુર છે. હાલમાં સરદાર સરોવરમાં પાણીનો જથ્થો 77.81 ટકા જેટલો રવિવારે બપોર બાદ નોંધાયો હતો. નર્મદા ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે. ગત મધરાત્રી દરમિયાન પાણીની આવક 1 લાખ ક્યુસેક કરતા વધુ થઈ રહી હતી. જે દિવસે એંકદરે 80 હજાર ક્યુસેકની આસપાસ રહી હતી. જોકે બપોરે 12 કલાકે આવક ફરીથી 1 લાખ ક્યુસેક કરતા વધારે નોંધાઈ હતી. ઉપરવાસમાં વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો હતો. નદીમાં 44 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે.
ડેમમાં પાણીની આવક થવાને લઈ વીજ ઉત્પાદન શરુ થઈ ચુક્યુ છે. નર્મદા ડેમ પર આવેલ RBPH ના 6 ટર્બાઈન અને CHPH 3 ટર્બાઈન શરુ કરવામાં આવ્યા છે. આમ ડેમમાં પાણીની આવક થતા વીજ ઉત્પાદન 9 થવા લાગ્યુ છે. નર્મદા ડેમની સપાટી હવે 80 ટકાએ પહોંચવા તરફ આગળ વધી રહી છે. ડેમમાં જળ જથ્થાને લઈ મોટી રાહત સર્જાઈ છે.