AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતની જીવાદારી સરદાર સરોવર ડેમના 5 દરવાજા ખોલાયા, જુઓ Video

Breaking News : ગુજરાતની જીવાદારી સરદાર સરોવર ડેમના 5 દરવાજા ખોલાયા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2025 | 1:08 PM
Share

ગુજરાતના સૌથી મોટા ડેમ સરદાર સરોવર ડેમ પર વરસાદી પાણીની આવકમાં ભારે વધારો થયો છે. તાજેતરના અહેવાલો મુજબ, ડેમનું જળસ્તર 131 મીટરને પાર કરી ગયું છે, જે ડેમની કુલ ક્ષમતાના 74.58% જેટલું છે.

ગુજરાતના સૌથી મોટા ડેમ સરદાર સરોવર ડેમ પર વરસાદી પાણીની આવકમાં ભારે વધારો થયો છે. તાજેતરના અહેવાલો મુજબ, ડેમનું જળસ્તર 131 મીટરને પાર કરી ગયું છે, જે ડેમની કુલ ક્ષમતાના 74.58% જેટલું છે. આ ભારે વરસાદને કારણે ડેમમાં પ્રતિ સેકન્ડ 4 લાખ 1000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે.

આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ ડેમના 5 દરવાજા ખોલીને 50,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવાનો નિર્ણય લીધો છે. ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે. આમ, ડેમ સંપૂર્ણ ભરાવાથી હજુ 7 મીટર દૂર છે.

સરદાર સરોવર ડેમના 5 દરવાજા ખોલાયા

આ સિઝનમાં પહેલીવાર ડેમનું જળસ્તર 130.58 મીટર પર પહોંચ્યું છે. 2017માં સરદાર સરોવર ડેમનું લોકાર્પણ થયા પછી, આ છઠ્ઠી વખત છે કે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા છોડવામાં આવેલા પાણીને કારણે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. નદી કાંઠાના વિસ્તારોને ચેતવણી આપવામાં આવી છે અને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે. સત્તાવાળાઓ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 31, 2025 01:05 PM
g clip-path="url(#clip0_868_265)">