Narmada: નર્મદા ડેમની જળસપાટી સિઝનમાં પ્રથમવાર 135 મીટરે પહોંચી, ડેમમાં 75 હજાર ક્યુસેક પાણીની આવક, જુઓ Video
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો છે. નર્મદા ડેમની જળસપાટી સિઝનમાં પ્રથમવાર 135 મીટરે પહોંચી છે. હાલ ડેમમાં 75 હજાર 73 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. છેલ્લા 3 કલાકમાં પાણીની સરેરાશ 85 હજાર 156 ક્યૂસેક આવક નોંધાઈ હતી. નર્મદા ડેમ સંપૂર્ણ ભરાવાથી માત્ર 3.68 મીટર દૂર રહ્યો છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.

આ પણ વાંચોઃ Aravalli: આ શાળામાં શિક્ષિકાને મેડમ નહીં વિદ્યાર્થીઓ ‘મમ્મી’ કહીને સંબોધે છે, અનોખી રીતે બદલી દીધો માહોલ
બપોરે એક કલાકના અરસા દરમિયાન ડેમમાં પાણીની આવક એક લાખ પાંચ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. જોકે ત્યાર બાદ પણ 75 હજાર ક્યુસેકની આવક સતત જળવાઈ રહતા જળસ્તરમાં વધારો થયો હતો. રાત્રે 8 કલાકે શુક્રવારે આ પ્રમાણેની આવક જ નોંધાઈ રહેતા જળસપાટી 135.15 મીટર નોંધાઈ હતી. આમ હાલનો જળસંગ્રહ ડેમમાં 88.35 ટકાએ પહોંચ્યો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos