Aravalli: આ શાળામાં શિક્ષિકાને મેડમ નહીં વિદ્યાર્થીઓ ‘મમ્મી’ કહીને સંબોધે છે, અનોખી રીતે બદલી દીધો માહોલ

શાળામાં શિક્ષિકને એટલે કે ગુરુને સાહેબ કે બેન કહેવાની પરંપરા હોય છે. પરંતુ અહીં અલગ જ વાત છે. અહીં શિક્ષિકા ભાવના પટેલને તેમના વર્ગના બાળકો મમ્મી કહીને સંબોધન કરે છે. મનમાં કોઈ સવાલ હોય કે, કોઈ વાત કહેવી હોય તો બેન નહીં પરંતુ મમ્મી કહીને સંબોધે છે. એક 'માં' થી બીજી 'માં' સુધીનો પ્રેમ વિદ્યાર્થીઓને શાળા સુધી ખેંચી લાવે છે. શાળામાં આવતા બાળકો વર્ગખંડમાં પ્રવેશતા જ દિલને સ્પર્શી લેતા વ્યવહારથી દિવસની શરુઆત કરે છે.

Aravalli: આ શાળામાં શિક્ષિકાને મેડમ નહીં વિદ્યાર્થીઓ 'મમ્મી' કહીને સંબોધે છે, અનોખી રીતે બદલી દીધો માહોલ
વિદ્યાર્થીઓ 'મમ્મી' કહીને સંબોધે છે
Follow Us:
| Updated on: Sep 13, 2023 | 11:03 PM

આમ તો શાળાએ જતા બાળકને શાળાએ મોકલવા માટે માતા પિતાએ બાળકને ખૂબ સમજાવવુ પડતુ હોય છે. પરંતુ ધનસુરા તાલુકાના અંતરિયાળ ગામડાની એક શાળામાં આવુ નથી, અહી બાળકો શાળાએ પહોંચવા માટે જાણે કે દોટ મુકતા હોય છે. જાણીને આશ્ચર્ય જરુર થશે, પરંતુ હા સાવ સાચી વાત છે અને અહીં આવા જ દ્રશ્યો નિયમિત જોવા મળે છે. કારણ કે એક ‘માં’ થી બીજી ‘માં’ સુધીનો પ્રેમ વિદ્યાર્થીઓને શાળા સુધી ખેંચી લાવે છે. શાળામાં આવતા બાળકો વર્ગખંડમાં પ્રવેશતા જ દિલને સ્પર્શી લેતા વ્યવહારથી દિવસની શરુઆત કરે છે. તો શાળામાં બાળકો શિક્ષિકાને મમ્મી કહીને સંબોધન કરે છે.

આ પણ વાંચોઃ Vadodara: શિનોરમાંથી પસાર થતી નર્મદા નિગમની અમરેશ્વર બ્રાંચ કેનાલમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજય, જુઓ Video

આમ તો નાના બાળકોને શિક્ષણ આપવુ અને તેમની કેળવણી કરવી એ મુશ્કેલ કાર્યો પૈકીનુ એક છે. તેમાં કાળજી, પ્રેમ અને જ્ઞાન સાથે સાહજીક વ્યવહાર સહિતનુ તમામ મિશ્રણ શિક્ષકે અપનાવવુ પડતુ હોય છે. બાળકના જીવનના ઘડતરમાં પાયો પ્રાથમિક શિક્ષણ છે, આ વાતને ધ્યાને રાખીને ધનસુરાના કેનપુર કંપા પ્રાથમિક શાળાની એક શિક્ષિકાએ બાળકો સાથે ગજબનુ જોડાણ સર્જયુ છે.

ખુશીઓ સાથે શરુ થાય છે દિવસની શરુઆત

શિક્ષિકા ભાવના પટેલના વર્ગના બાળકો દિવસની શરુઆત કંઈક ખાસ રીતે કરે છે. બ્લેકબોર્ડ પર દોરેલા ચિંત્રોને પસંદ કરીને તે મુજબ શિક્ષિકા સાથે ખાસ ઉત્સાહીત વ્યવહાર વડે દિવસની શરુઆત કરતા હોય છે. જેમ કે તાળી આપવી, શિક્ષિકા મેડમના ગાલને ચૂમવો, હાર્ટ શેપથી એક બીજાને સ્નેહ આપવો, બંને હાથના અંગૂઠા બતાવીને મસ્તીભરી રીતે દિવસની શરુઆત કરવી. આ પ્રકારના વ્યવહારથી વિદ્યાર્થીઓમાં એક પ્રકારે સુંદર માહોલ શાળામાં સર્જાય છે. તેમને મન શાળામાં પ્રવેશ વખતે જ ખુશ રહેતા તાજગીથી ભરપૂર થઈ જાય છે અને આમ બાળકોનો દિવસ અભ્યાસમાં સુંદર રીતે પસાર થાય છે.

ખાન સરની આ 6 બાબતો તમને અપાવી શકે છે મોટી સફળતા
હાર્દિક પંડ્યા પાસેથી છીનવાઈ જશે અંબાણીના MIની કેપ્ટન્સી !
સુરતમાં નવરાત્રીના છેલ્લા દિવસે કિંજલ દવે સ્ટેજ પર રડી પડ્યા, જુઓ Video
ગમે તેવી ઉધરસ હોય માત્ર એક દિવસમાં ગાયબ, જાણો કઈ રીતે
Liver Detox Tips : લિવર સાફ કરવા માટે મળી ગયો ગજબનો ઘરેલુ ઉપાય, જુઓ Video
Chilli : લાલ મરચું કે લીલું મરચું, ભોજનમાં શું ઉમેરવું વધુ સારું છે?

પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી લક્ષ્મી કહે છે,  અમે સવારે શાળાએ આવીએ એટલે શિક્ષિકા બેનને અમે ચૂમ્મી કરીએ, દિલનો સંકેત આપીએ કે અંગૂઠાથી અમે મસ્તી કરીએ આમ અમારા દિવસની શરુઆત કરીએ છીએ.

મેડમ નહીં મમ્મી!

શાળામાં શિક્ષિકને એટલે કે ગુરુને સાહેબ કે બેન કહેવાની પરંપરા હોય છે. પરંતુ અહીં અલગ જ વાત છે. અહીં શિક્ષિકા ભાવના પટેલને તેમના વર્ગના બાળકો મમ્મી કહીને સંબોધન કરે છે. મનમાં કોઈ સવાલ હોય કે, કોઈ વાત કહેવી હોય તો બેન નહીં પરંતુ મમ્મી કહીને સંબોધે છે. આ પ્રકારની શરુઆત ભાવના પટેલે હાલ સપ્તાહમાં એક વાર એટલે કે દર બુધવાર માટે કરી છે. જોકે સમય જતા તે સપ્તાહમાં પ્રત્યેક દિવસે બાળક માટે આ શરુઆત કરશે. શાળામાં આવતા શિક્ષિકા સાથે સુંદર વ્યવહાર સાથે શરુઆત અને બાદમાં મમ્મી કહીને સંબોધવાનુ એ માહોલ જ શાળામાં અલગ બનાવી દે છે. એટલે જ અહીં બાળકો અલગ ઉત્સાહ સાથે અભ્યાસ કરે છે.

વિદ્યાર્થી રવિકુમાર ખાંટ કહે છે, અમે બુધવારે શિક્ષિકા બહેનને મમ્મી કહીને બોલાવીએ છીએ. જેમ અમને ઘરે મમ્મી યાદ આવે છે, એમ જ અમને શાળામાં બેનને મમ્મી કહેવાથી તેમની યાદ આવે છે અને રોજ ઘરની જેમ શાળાએ આવીએ છીએ.

કેમ શરુ કર્યો પ્રયોગ?

કેનપુર કંપા પ્રાથમિક શાળાના શિક્ષિકા ભાવના પટેલે TV9 સાથેની વાતચીતમાં કહ્યુ કે, શિક્ષણને શિક્ષા નહીં પ્રેમથી પીરસી શકાય છે. બસ આ જ અભિગમ અપનાવ્યો. બાળકોને શિક્ષા નહીં પ્રેમથી શિક્ષણ આપી શકાય છે અને એટલે જ મે આ પ્રકારનો પ્રયોગ કર્યો છે. જેનાથી બાળકોમાં એક પ્રકારે ઉત્સાહ શાળાનો પેદા થાય છે. બાળકોને પ્રેમ આપવાથી માહોલ પણ વર્ગનો સારો સર્જાય છે. બાળકોની સાથે એક ખુલ્લા મનનુ વાતાવરણ સર્જાય એટલે તેઓ મને મમ્મી કહે એ પ્રયોગ બાળકોની સહમતીથી શરુ કર્યો કે, જે બાળકોના દિલની વાત છે, એ શબ્દને લઈ મને સરળતાથી કહી શકે છે. જેનાથી તેમના શિક્ષણને વધારે સારુ કરવાનો પ્રયાસ કરુ છું.

આચાર્ય સુમન પટેલે કહ્યુ કે, બાળકને શાળાએ આવતુ કરવુ એ ખૂબ જ મહત્વની વાત છે. અહીં શિક્ષિકાઓ દ્વારા આદર અને પ્રેમથી આ પ્રયાસ કર્યો છે. અમે રોજ અવનવી રીત અપનાવીએ છીએ અને જેને લઈ બાળકોને પ્રેરણા મળે છે. જેમાં ભાવનાબેનનો ખૂબ જ મહત્વનો સફળ પ્રયાસ રહ્યો છે.

શિક્ષા નહીં પ્રેમ!

અહીં સોટી વાગે ચમ.. ચમ.. ને વિદ્યા આવે છમ.. છમ.. એ વાત ના શિક્ષકોને યાદ છે કે, ના વિદ્યાર્થીઓને… અહીં બસ પ્રેમથી શિક્ષણ પિરસાય છે અને બાળકો તેને સારી રીતે ગ્રહણ કરે છે. એટલે જ આ શાળાને અઢળક એવોર્ડ અત્યાર સુધીમાં મળી ચૂક્યા છે. શાળાનુ શિક્ષણકાર્ય જોવા માટે અહીં અનેક લોકો મુલાકાત પણ અવારનવાર લેતા હોય છે.

 અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">