Banaskantha Video : કોંગ્રેસમાં વધુ એક મોટું ગાબડું, દાંતા તાલુકાના 500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા

|

Apr 09, 2024 | 3:38 PM

બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસમાં વધુ એક મોટું ગાબડું પડ્યુ છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં કોંગ્રેસના 500થી વધારે કાર્યકર ભાજપમાં જોડાયા છે. જેમાં દાંતા કોંગ્રેસ ઉપપ્રમુખ, સેવાદળ પ્રમુખ, યુથ પ્રમુખ સહિતના કાર્યકરો ભાજપમાં જોડાયા છે.

લોકસભાની ચૂંટણીના હવે થોડા દિવસો જ બાકી પરંતુ કોંગ્રેસમાંથી રાજીનામા પડવાનો સિલસિલો યથાવત છે. બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસમાં વધુ એક મોટું ગાબડું પડ્યુ છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં કોંગ્રેસના 500થી વધારે કાર્યકર ભાજપમાં જોડાયા છે. જેમાં દાંતા કોંગ્રેસ ઉપપ્રમુખ, સેવાદળ પ્રમુખ, યુથ પ્રમુખ સહિતના કાર્યકરો ભાજપમાં જોડાયા છે. આ ઉપરાંત થરાદ, વાવ, ડીસા, પાલનપુર, ધાનેરા બાદ કોંગ્રેસમાં ગાબડું પડ્યુ છે.

બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ લોકસભાની ચૂંટણી માટે વધુ ત્રણ ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેમાં કોંગ્રેસ પાર્ટીએ સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા લોકસભાની ચૂંટણી લડવા માટે ટિકિટ આપી છે. તેમજ જૂનાગઢ બેઠક પરથી હીરા જોટવાને ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા છે. જ્યારે વડોદરા બેઠક પરથી જશપાલસિંહ પઢિયારને ચૂંટણી લડવા માટે ટિકિટ આપી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video