મોરબી બ્રિજ દુર્ઘટના: જયસુખ પટેલની દિવાળી જશે જેલમાં, જામીન અરજી પર દિવાળી બાદ થશે સુનાવણી
જયસુખ પટેલે જ્યાં સુધી નિયમિત જામીન ન મળે ત્યાં સુધી હંગામી જામીન પર છોડવાની માગણી કરી હતી. બીજી તરફ મૃતકોના પરિવારજનો તરફથી કોર્ટમાં જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે હાઇકોર્ટે જયસુખ પટેલની જામીન અરજીની સુનાવણી દિવાળી વેકેશન બાદ નિયત કરી છે.
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના મુખ્ય આરોપી અને ઓરેવા કંપનીના સંચાલક જયસુખ પટેલની દિવાળી જેલમાં જ જશે. ગુજરાત હાઈકોર્ટે જયસુખ પટેલની હંગામી અને નિયમિત જામીન અરજીની સુનાવણી દિવાળી વેકેશન બાદ નિયત કરી છે. જેના કારણે જયસુખ પટેલની દિવાળી જેલમાં જ જશે.
આ પણ વાંચો દિવાળી પહેલા વતન જવાની ઉતાવળમાં લોકોની જીવના જોખમે મુસાફરી, જુઓ વીડિયો
જયસુખ પટેલે જ્યાં સુધી નિયમિત જામીન ન મળે ત્યાં સુધી હંગામી જામીન પર છોડવાની માગણી કરી હતી. બીજી તરફ મૃતકોના પરિવારજનો તરફથી કોર્ટમાં જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે હાઈકોર્ટે જયસુખ પટેલની જામીન અરજીની સુનાવણી દિવાળી વેકેશન બાદ નિયત કરી છે.
Latest Videos
Latest News