Gujarat Video: મોરબી MLA વિરુદ્ધ મેસેજ વાયરલ થયા, ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કહ્યુ-પેટમાં તેલ રેડાય છે!
ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ મેસેજ વાયરલ થવાને લઈ કહ્યુ છે કે, કેટલાક લોકોના પેટમાં તેલ રેડાઈ રહ્યુ છે અને જેને લઈ તેઓ આવા પ્રયાસ કરી રહ્યા છે. કાંતિ અમૃતિયાએ કહ્યુ હતુ, કે મોરબીનો વિકાસ કેટલાક લોકો જોઈ શકતા નથી.
મોરબીના ધારાસભ્ય કાંતી અમૃતિયાના મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જેને લઈ હવે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ પ્રતિક્રિયા આપી છે. ધારાસભ્ય અમૃતિયાએ મેસેજ વાયરલ થવાને લઈ કહ્યુ છે કે, કેટલાક લોકોના પેટમાં તેલ રેડાઈ રહ્યુ છે અને જેને લઈ તેઓ આવા પ્રયાસ કરી રહ્યા છે. કાંતિ અમૃતિયાએ કહ્યુ હતુ, કે મોરબીનો વિકાસ કેટલાક લોકો જોઈ શકતા નથી. જેથી આવા લોકો આ પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે.
કેવી રીતે નગરપાલિકા બદનામ થાય અને કેવી રીતે કાનાભાઈ બદનામ થાય એવા પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ આવા થોડાક લોકોથી કાંઈ થવાનુ નથી અને વિકાસની ગતિ જારી રહેશે. ધારાસભ્યએ કહ્યુ હતુ કે, હું અઠવાડીયામાં બે દિવસ પાલિકામાં જઈને બેસતો હોઉં છું અને સરકારમાંથી પૈસા લાવીને જે કામ હોય એ કરાવુ છું. આમ પોતાના વિરોધમાં શરુ થયેલા સોશિયલ મીડિયાના મેસેજને લઈ હવે ધારાસભ્યેએ આવી હરકતો કરનારાઓને જવાબ વાળ્યો છે.