Amrit Bharat Station: હિંમતનગરના રેલવે સ્ટેશનને નવા રુપ રંગ સાથે સજાવાશે, 1 વર્ષમાં અદ્યતન બનાવી સુવિધા વઘારાશે
હિંમતનગર રેલવે સ્ટેશનને અમૃત ભારત સ્ટેશન તરીકે વિકસાવવામાં આવનાર છે. કેન્દ્રીય રેલવે દ્વારા દેશમાં 508 જેટલા રેલવે સ્ટેશનને અમૃત ભારત સ્ટેશન તરીકે આધુનિક રીતે વિકસાવવામાં આવનાર છે. જેનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કર્યો હતો.
હિંમતનગર રેલવે સ્ટેશનને અમૃત ભારત સ્ટેશન તરીકે વિકસાવવામાં આવનાર છે. કેન્દ્રીય રેલવે દ્વારા દેશમાં 508 જેટલા રેલવે સ્ટેશનને અમૃત ભારત સ્ટેશન તરીકે આધુનિક રીતે વિકસાવવામાં આવનાર છે. જેનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કર્યો હતો. હિંમતનગરના રેલવે સ્ટેશનને હાલમાં જ નવુ નિર્માણ કરવામાં આવ્યુ છે. હવે 43 કરોડ રુપિયાના ખર્ચે આધુનિકરણ કરી પુનઃવિકાસ કરવામાં આવનાર છે.
રવિવારે સવારે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડ, હિંમતનગરના ધારાસભ્ય વિડી ઝાલા તથા પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. સાંસદે કહ્યુ હતુ કે, નવી ડિઝાઈન સાથે સુંદર મજાનુ રેલવે સ્ટેશન નિર્માણ કરવામાં આવશે. જરુરીયાત મુજબ કેટલાક ફેરફાર પણ કરવામાં આવશે.
43 કરોડના ખર્ચે તૈયાર કરાશે
હિંમતનગરને કેન્દ્ર સરકારે બ્રોડગેજ રેલવે લાઈનની ભેટ આપવા સાથે સુવિધાજનક રેલવે સ્ટેશનનુ નવિન ભવન મળ્યુ હતુ. હવે ટૂંકા સમયમાં જ હિંમતનગર રેલવે સ્ટેશનને આધુનિક બનાવવા માટે પુનઃવિકાસ કરવામાં આવનાર છે. આ માટે 43 કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવનાર છે. આમ આધુનિક સુવિધાઓ સાથે સુંદર રેલવે સ્ટેશન તરીકે વિકસાવવામાં આવશે. હિંમતનગર રેલવે સ્ટેશનને બ્રોડગેજ લાઈનની સુવિધા મળતા ઉદયપુર, ચિત્તોડગઢ અને ઉજૈન સહિતના સ્થળોની સાથે જોડતી સીધી રેલ સેવાનો લાભ મળી રહ્યો છે. આમ હવે આવનારા દિવસોમાં વધુ શહેરો સાથે હિંમતનગરનથી આવતી અને જતી ટ્રેન વધશે. આમ વધતા પ્રવાસીઓ સાથે અદ્યતન રેલવે સ્ટેશનનો લાભ મુસાફરોને મળશે.
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी द्वारा आज वीडियो कॉनफ्रेसिंग के माध्यम से देशभर में 508 रेलवे स्टेशनों के पुनर्विकास का शिलान्यास किया गया।#AmritBharatStations pic.twitter.com/0x3JS42xyX
— Western Railway (@WesternRly) August 6, 2023
હાલમાં ટ્રેનમાં સફર કરવા માટે મુસાફરોનો ધસારો વધતો જઈ રહ્યો છે. જેને લઈ હવે રેલવે સ્ટેશનને વધારે સુવિધાજનક તૈયાર કરવાની કામગીરી હાથ ધરાઈ છે. રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન સાથે સીધી અવર જવર થઈ શકે એ માટેનુ પણ આયોજન કરવામાં આવ્યુ હોય એમ સાંસદ દીપસિંહે કહ્યુ હતુ.
ભવિષ્યનો સ્વીકાર, પરિવર્તનનો સાક્ષાત્કાર અમૃત ભારત સ્ટેશન
હિમ્મતનગર
– પરિયોજના ખર્ચ : રૂ. ૪૩.૧ કરોડ
– પ્લેટફોર્મને જોડતુ વિશેષ કૉનકોર્સ
– દિવ્યાંગજન તથા વરિષ્ઠ નાગરિકોને અનુકૂળ સુવિધાઓ#AmritBharatStations pic.twitter.com/OQgEzta2hZ
— DRM Ahmedabad (@drmadiwr) August 6, 2023
રેલવેના અધિકારીઓએ લીધી હતી મુલાકાત
અગાઉ રેલવે ઉચ્ચ અધિકારીઓએ હિંમતનગર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. જેમાં સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય સાથે બેઠક યોજીને જરુરી સૂચનો મેળવવામા આવ્યા હતા. જેના આધાર પર ડિઝાઈન અને સુવિધાઓ અંગેનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. હવે અમૃત ભારત સ્ટેશન માટેની કામગીરી શરુ કરવામાં આવશે. જેને એક વર્ષમાં જ પૂર્ણ કરી દેવામાં આવશે.