AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોરારીબાપુના ગામ તલગાજરડા ગામમાં આભ ફાટ્યુ, ભારે જહેમત બાદ પૂરમાં ફસાયેલા શાળાના બાળકોનું કરાયુ રેસક્યુ- Video

ભાવનગરના મહુવા તાલુકામાં આવેલુ તલગાજરડા ગામમાં 4 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબકી જતા ગામ સંપર્ક વિહોણુ બન્યુ છે. ગામમાં હાલની પૂરની સ્થિતિ સર્જાઈ છે. ગામની શાળામાં 50 જેટલા બાળકો પૂરના પાણીમાં ફસાયા હતા, જેમને તંત્ર દ્વારા ભારે જહેમત બાદ રેસક્યુ કરવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2025 | 6:09 PM

કથાકાર મોરારી બાપુના ગામ એવા તલગાજરડામાં બેર મેઘ ખાંગા જેવી સ્થિતિ નિર્માણ પામી છે. ગામમાં એકસામટો 9 ઈંચ વરસાદ ખાબકી જતા બેટમાં ફેરવાઈ ગયુ છે. ગામમાં જ્યાં જુઓ ત્યા સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે. ગામની અંદર પાંચથી 6 ફુટ જેટલા પાણી ભરાયા છે. પૂરના આ પાણીમાં ગામની પ્રાથમિક શાળાના 40 થી 50 બાળકો કલાકો સુધી ફસાયા હતા. આ બાળકોને હાલ ભારે જહેમત બાદ રેસક્યુ કરવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની ટીમે તમામ વિદ્યાર્થીઓના રેસક્યુની કામગીરી હાથ ધરી હતી. ભારે વરસાદને પગલે તંત્ર પણ સતત ગામ પર નજર રાખી રહ્યુ છે. SDM, મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયુ છે. ગામ બેટમાં ફેરવાતા સંપર્ક વિહોણુ બન્યુ છે.

મહુવા તાલુકા અને આસપાસના ગામોમાં મેઘરાજાએ શરૂઆતમાં જ તોફાની બેટીંગ કરતા ઠેર ઠેર પૂરની સ્થિત સર્જાઈ છે. તલગાજરડા ગામમાં 4 કલાકમાં જ ધમધોકાર 9 ઈંચ વરસાદ ખાબકી જતા ચોતરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યુ છે. હાલ થોડુ પાણી ઉતરતા ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

તલગાજરડામાં ઉપરવાસમાં નદીનો કોઝવે તૂટી જતા ગામ આખુ બેટમાં ફેરવાઈ જતા અનેક લોકોનું રેસક્યુ કરી તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

પાણી પિતા જ પેશાબ લાગે છે ? તો આ ગંભીર બીમારી થી ચેતજો
ખાલી પેટ કેળું કેમ ન ખાવું જોઈએ?
ઘરમાં તુલસી હોય તો આ 5 વાતો આજે ગાંઠ બાંધી લેજો
LABUBU DOLL ઘરે રાખવી શુભ કે અશુભ?
Sawan 2025: શ્રાવણ મહિનામાં વાળ કાપવાથી શું થાય છે?
ઘરમાં કાચિંડાનું આવવું શુભ કે અશુભ? જાણો કઈ વાતનો સંકેત આપે છે

Input Credit- Ajit Gadhvi- Bhavnagar

કાગડોળે રાહ જોયા બાદ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ, રાજ્યના 70 તાલુકામાં ખાબક્યો ધોધમાર વરસાદ- Video– આ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

g clip-path="url(#clip0_868_265)">