વિરામ બાદ ફરી ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે કરી આગાહી- Video

|

Jul 08, 2024 | 5:37 PM

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વિરામ બાદ ફરી મેઘરાજા જમાવટ કરશે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે.

રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ ચોમાસાની નબળી શરૂઆત રહી છે, આ વર્ષે અત્યાર સુધીમાં 8 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 23 ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા 3 દિવસથી છૂટા છવાયા ઝાપટામે બાદ કરતા રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે.  ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં બે દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 9 જુલાઈ 2024 ના રોજ મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, વરસાદની શક્યતા ઓછી રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા પડી શકે છે. જ્યારે દક્ષિણ-પશ્વિમ દિશામાંથી 10-20 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે.

  • હવામાન વિભાગની આગાહી અનુસાર 10 જુલાઇએ કચ્છ જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
  • 11 જુલાઇએ વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે. વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
  • 12 જુલાઇએ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video