આવો નઝારો જોયો છે ? વરસાદી માહોલ વચ્ચે ડાંગનું અદભૂત સૌંદર્ય, જુઓ Video
ગુજરાતના ડાંગ જિલ્લામાં ચોમાસાની શરૂઆત સાથે સાપુતારા ગિરિમથક વાદળોથી ઘેરાયેલું બની ગયું છે. તાજેતરના વરસાદ બાદ વાતાવરણ નયનરમ્ય બન્યું છે. નીચે ઉતરેલા વાદળો અને ધુમ્મસનું અદ્ભુત દ્રશ્ય પ્રવાસીઓને મોહિત કરી રહ્યું છે.
ગુજરાતમાં ચોમાસું શરૂ થાય એટલે સૌના મનમાં એક નામ તરત જ આવે – ડાંગ. પહાડી વિસ્તાર, ઘેરાયેલા વાદળો અને લીલોતરી ધરતી સાથે ડાંગનું વાતાવરણ આવું શાંતિદાયક અનુભવ કરાવે છે કે તે આપણે શબ્દો થી વર્ણવી શકતા નથી.
ચાલો આજે તમને ડાંગની સુંદરતા બતાવીએ. ગિરિમથક સાપુતારા હાલ વાદળોથી ઘેરાયેલું છે. ગઈકાલે અહીં 1.5 ઈંચ વરસાદ પડ્યો અને ત્યારબાદ સમગ્ર વાતાવરણ નયનરમ્ય બની ગયું. વાદળો એટલા નીચે ઊતરી આવ્યા છે કે લાગણી થાય કે તેઓ જમીનને સ્પર્શ કરી રહ્યાં છે.
સાપુતારાની તળેટી વિસ્તારોમાં ધુમ્મસની ચાદર પથરાઇ છે અને આ દ્રશ્યો માણતા મુસાફરોનું દિલ ખુશ થઇ જાય છે. વરસાદ બાદ વાતાવરણમાં થયેલા પલટાથી પ્રવાસીઓમાં પણ ઉમંગ જોવા મળ્યો છે.
એમ કહેવાય કે:
“ડાંગ નહીં દેખા તો કુછ નહીં દેખા!”
જો તમે ચોમાસામાં કુદરતનો અસલ આનંદ લેવા માંગતા હો, તો ડાંગથી ઉત્તમ સ્થળ બીજું નથી.