Banaskantha Rain : ઈકબાલગઢ સહિતના વિસ્તારોમાં વરસાદે વેર્યો વિનાશ, વૃક્ષો ધરાશાયી થયા અને અનેક ઘરોના છાપરા ઉડ્યા, જુઓ Video
ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્તા કેટલાક વિસ્તારોમાં વિનાશ વેર્યો છે. અમીરગઢ ઈકબાલગઢમાં અનેક વૃક્ષ ધરાશાયી થયા છે.
ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્તા કેટલાક વિસ્તારોમાં વિનાશ વેર્યો છે. અમીરગઢ ઈકબાલગઢમાં અનેક વૃક્ષ ધરાશાયી થયા છે. નેશનલ હાઈવે પર ઘણા વૃક્ષો ધરાશાયી થયા છે. હાઈવે પર વાહન વ્યવહારને અસર પહોંચી છે. તો ધાનેરામાં પણ વરસાદના કારણે બાજરીના પાકને નુકસાન પહોંચ્યું છે. સતત ઉકળાટ બાદ વરસાદ વરસતા ગરમીથી રાહત મળી શકે છે.
ઘરના છાપરા ઉડ્યાં
બનાસકાંઠાના અનેક વાવાઝોડાએ આદિવાસી વિસ્તારોમાં વિનાશ વેર્યો છે. અમીરગઢના શાવણીયા ગામે લોકોના ઘરના છાપરા ઉડ્યાં છે. તો ભારે પવન ફૂંકાતા ઘરોના છાપરા ઉડતા મોટાપાયે નુકસાન થયું છે. વીજપોલ પડતા અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. તેમજ વૃક્ષો ધરાશાયી થતા પક્ષીઓના પણ મોત થયા છે. આ ઉપરાંત ઘરવખરીને નુકસાન થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
