Rain : ભારે ઉકળાટ બાદ સાબરકાંઠા જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક, જુઓ Video
ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ ગઈકાલે રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જિલ્લામાં રાત્રી દરમિયાન સર્વત્ર વરસાદ ખાબક્યો છે.
ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ ગઈકાલે રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જિલ્લામાં રાત્રી દરમિયાન સર્વત્ર વરસાદ ખાબક્યો છે. ખેડબ્રહ્મા, વડાલી, હિંમતનગર, ઈડર સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જેના પગલે લોકોને ગરમીથી રાહત મળી છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેના પગલે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાની સ્થિતિ પણ જોવા મળી છે.
ગુજરાતના 89 તાલુકામાં ખાબક્યો વરસાદ
ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 89 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. 21 તાલુકામાં 1 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી વધારે વરસાદ અરવલ્લી જિલ્લાના મોડાસામાં 2.36 ઈંચ વરસાદ નોંધાયો છે. પાટણના સરસ્વતીમાં 2.17 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે પાટણ અને અંકલાવમાં 1.97 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ મહેસાણામાં 1.81 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો પોશીનામાં 1.77 ઈંચ વરસાદ વરસ્યો છે.