ઓલપાડ કિમ સ્ટેટ હાઇવે પર ફરી વળ્યા વરસાદી પાણી, વાહનવ્યવહારને થઈ ભારે અસર
કીમ નદીના પાણી મોડી રાત્રે વડોલી ગામમાં ઘૂસી ગયા હતા. ગામમાં ઘૂસી આવેલા નદીના પાણીને કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. અસરગ્રસ્ત લોકોને સ્થળાંતર કરી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા.
દક્ષિણ ગુજરાતમાં વરસેલા ભારે વરસાદે સર્જેલી તારાજી હવે સામે આવી રહી છે. ઓલપાડના વડોલી ગામ ખાતે આવેલ ઓલપાડ કિમ સ્ટેટ હાઇવે પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. વડોલી પ્રાથમિક શાળામાં પણ કીમ નદીના પાણી ભરાઈ ગયા છે. સ્ટેટ હાઇવે વરસાદી પાણીને કારણે બ્લોક થતા વડોલી ગામ જમીન માર્ગે સંપર્ક વિહોણું થયું છે. વરસાદે વિરામ લીધા છતાં, હજુ પણ પાણી વધી રહ્યા છે. જો કે તંત્રે વરસાદી પાણીને લઈને રાહત અને બચાવની કામગીરી હાથ ધરી છે.