Rain Video : ધોરાજી તાલુકાના છાડવાવદરમાં આભ ફાટયું ! 3 કલાકમાં 12 ઈંચ વરસાદ, ગામ બેટમાં ફેરવાયું, જુઓ તારાજીના દ્રશ્યો
ગુજરાતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. રાજકોટના ધોરાજી પંથકમાં અતિભારે વરસાદ વરસ્યો છે. ધોરાજી તાલુકાના છાડવાવદરમાં આભ ફાટયું છે.
ગુજરાતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. રાજકોટના ધોરાજી પંથકમાં અતિભારે વરસાદ વરસ્યો છે. ધોરાજી તાલુકાના છાડવાવદરમાં આભ ફાટયું છે. છાડવાવદર ગામમાં ત્રણ કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદ વરસતા ગામ જળમગ્ન થયું છે. છાડવાવદર ગામ બેટમાં ફેરવાયું છે. ગામમાંથી નદીઓ વહેતી થઈ એવા દ્વશ્યો સામે આવ્યા છે.
રસ્તાઓ પાણીમાં ગરકાવ
દ્વારકા અને પોરબંદરમાં શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે. બંન્ને જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. પોરબંદરમાં અતિભારે વરસાદના પગલે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. શહેરના મુખ્ય માર્ગ એમ.જી રોડને જોડતા અન્ય માર્ગો પર પાણીમાં ગરકાવ છે. છાયા પ્લોટ વિસ્તારના રસ્તા પર લગભગ 4 થી 5 ફૂટ પાણી ભરાયા છે.
પોરબંદરમાં અતિભારે વરસાદના પગલે 550થી વધુ લોકોનું સ્થળાતર કરવામાં આવ્યુ છે. પૂરગ્રસ્ત વિસ્તારના લોકોનું સ્થળાતર કરાવવામાં આવ્યું છે. લોકોને શેલ્ટર હોમ તેમજ શાળાઓમાં સ્થળાંતર કરાયા છે. શહેરના અનેક નિચાણવાળા વિસ્તારોમાં ગળાડૂબ પાણી ભરાયા છે.
