Ahmedabad Rain : અમદાવાદ વાસીઓને ભારે ઉકળાટથી મળ્યો છુટકારો, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત, જુઓ Video

Ahmedabad Rain : અમદાવાદ વાસીઓને ભારે ઉકળાટથી મળ્યો છુટકારો, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત, જુઓ Video

Narendra Rathod
| Edited By: | Updated on: Aug 24, 2024 | 10:12 AM

અમદાવાદમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ. અમદાવાદના જીવરાજ પાર્ક, વેજલપુર, જોધપુર સહિતના વિસ્તારમાં ધમધોકાર વરસાદ વરસ્યો. બીજી તરફ ગોતા, જગતપુર અને SG હાઈવે, સિંધુ ભવન વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

શનિવારે વહેલી સવારથી પ્રચંડ ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થતાં અમદાવાદ વાસીઓને ભારે ઉકળાટમાંથી રાહત મળી હતી. રાણીપ, ન્યૂ રાણીપ વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં આજે અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

વરસાદને કારને અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરવાની સ્થિતિ સર્જાઇ છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને હલકીનો સામનો કરવા મજબૂર બન્યા હતા.

ગુજરાત પર એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેથી આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા હવામાન વિભાગની સૂચના છે. ભારે પવન સાથે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.

રાજ્યના મોટાભાગના શહેરોમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે સુરત અને અમરેલીમાં રેડ એલર્ટ, અમદાવાદ સહિત 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક શહેરમાં રેડ એલર્ટ, તો રાજ્યના અન્ય વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું.

Monsoon 2024 Ahmedabad torrential rain many areas watch Video

  • છેલ્લા 24 કલાકમાં રાજ્યના 153 તાલુકામાં વરસાદ
  • સૌથી વધુ બનાસકાંઠાના વડગામમાં 4.5 ઈંચ વરસાદ
  • ખેડાના નડિયાદમાં 4 ઈંચથી વધુ વરસાદ
  • અરવલ્લીના મેઘરજમાં 4 ઈંચ વરસાદ વરસ્યો
  • બગસરા અને મહુધામાં 4 ઈંચ વરસાદ
  • 7 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ
  • 16 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ
  • 33 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ

Published on: Aug 24, 2024 10:08 AM
g clip-path="url(#clip0_868_265)">