પંચમહાલ : ભાજપના મહિલા ધારાસભ્ય થયા ભાવુક, ભાષણ દરમિયાન રડી પડ્યા, જુઓ વીડિયો
મોરવા હડફ ગ્રામ પંચાયતના નવીન ભવન લોકાર્પણના કાર્યક્રમના ભાષણ દરમિયાન ધારાસભ્ય નિમિષા સુથાર ભાવુક થઇ ગયા હતા. ધારાસભ્યએ ભાવુક થતા પોતાની સ્પીચ પણ ટૂંકાવી દીધી હતી. તેઓ મોરવા હડફ વિધાનસભા બેઠક ઉપર સતત ત્રીજીવાર ધારાસભ્ય તરીકે જીત્યા છે.
પંચમહાલ જિલ્લામાં આવેલા મોરવા હડફના ધારાસભ્ય નિમિષા સુથાર આજે એક કાર્યક્રમમાં વકતવ્ય દરમિયાન અચાનક ભાવુક થઇ ગયા હતા. મોરવા હડફ ગ્રામ પંચાયતના કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય અચાનક રડી પડ્યા હતા. તેમણે ભાવુક થઇ જતા પોતાની સ્પીચ પણ ટુંકાવી દીધી હતી.
મોરવા હડફ ગ્રામ પંચાયતના નવીન ભવન લોકાર્પણના કાર્યક્રમના ભાષણ દરમિયાન ધારાસભ્ય નિમિષા સુથાર ભાવુક થઇ ગયા હતા. ધારાસભ્યએ ભાવુક થતા પોતાની સ્પીચ પણ ટૂંકાવી દીધી હતી. તેઓ મોરવા હડફ વિધાનસભા બેઠક ઉપર સતત ત્રીજીવાર ધારાસભ્ય તરીકે જીત્યા છે, ત્યારે કાર્યકરોને વિજયી બનાવવા માટે આભાર વ્યક્ત કરતાં તેઓ ભાવુક થઇ ગયા હતા. સંબોધન કરતા કરતા જ તેમના આંખમાંથી આંસુ સરી પડ્યા હતા.
આ પણ વાંચો-રાજકોટ વીડિયો : રાજકોટ પંથકમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ, કપાસ સહિતનો પાક થયો નષ્ટ
મહત્વનું છે કે નિમિષાબેન સુથાર આદિવાસી સમાજમાંથી આવે છે અને તેઓ પંચમહાલની મોરવા હડફ બેઠક પરથી ધારાસભ્ય છે.તેમણે ડિપ્લોમાં ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ઍન્ડ કમ્પ્યૂટર કમ પ્રોગ્રામિંગનો અભ્યાસ કરેલો છે.