AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavnagar : હનીટ્રેપની જાળમાં ફસાયો આધેડ ! પોલીસે યુવતીને ઝડપી શરૂ કરી તપાસ

Bhavnagar : હનીટ્રેપની જાળમાં ફસાયો આધેડ ! પોલીસે યુવતીને ઝડપી શરૂ કરી તપાસ

Ajit Gadhavi
| Edited By: | Updated on: Mar 26, 2023 | 7:30 AM
Share

કિશોર વેગડ અને રોશની વચ્ચે પ્રેમ સંબધ બંધાયા બાદમાં રોશનીએ આ અનૈતિક સંબધનો વીડિયો ઉતારી સોના-ચાંદી સહિત એક કરોડની રકમ પડાવી પાડી.

Bhavnagar : ભાવનગરમાં એક કોન્ટ્રાક્ટરને ફસાવી એક કરોડથી વધુ રૂપિયા પડાવનારી યુવતીની પોલીસે ધરપકડ કરી. મુળ પાટણની રોશની ઠક્કરે 2009માં સ્પાઈન એન્ટરપ્રાઈઝમાં સુપરવાઈઝર તરીકે નોકરી શરૂ કરી. જે બાદ કિશોર વેગડ અને રોશની વચ્ચે પ્રેમ સંબધ બંધાયા બાદ રોશનીએ આ અનૈતિક સંબધનો વીડિયો ઉતારી સોના-ચાંદી સહિત એક કરોડની રકમ પડાવી પાડી. જો કે રોશનીના પતિને તેના અનૈતિક સંબધોની જાણ થતા તેના છુટાછેડા થઈ ગયા હતા.

પોલીસે યુવતીના બે દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી

જે બાદ રોશનીને એક અમદાવાદના યુવક સાથે પ્રેમ થયો. બંનેને કેનેડા જવાનુ નક્કી થતા કિશોર વેગડ પાસે વધુ 25 લાખની માગણી કરી.જે બાદ કિશોર વેગડની પત્નીએ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં હની ટ્રેપની ફરિયાદ નોંધાવી.જેના આધારે પોલીસે યુવતીને ઝડપીને બે દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પહેલા અમદાવાદમાં રહેતા એક પરિણીત વેપારી હનીટ્રેપનો શિકાર બન્યા હતા. આ વેપારીને ફેસબુ થકી એક યુવતી સાથે મિત્રતા થઈ હતી. બાદમાં યુવતીએ તેઓને મળવા બોલાવ્યા હતા. વેપારી આ જાળમાં ફસાઈ ગયા બાદ યુવતીએ 15000 રૂપિયાના કપડા પણ વેપારી પાસેથી લીધા હતા અને બાદમાં ટુકડે ટુકડે 50થી 70 હજાર રૂપિયા લીધા હતા. અમુક સમય બાદ યુવતીએ પોતાની પાસે વીડિયો છે તેમ કહી વેપારીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું અને દસ લાખ રૂપિયાની માંગણી કરી હતી. વેપારીની પરિસ્થિતિ ન હોવાથી તેઓએ 10 લાખ રૂપિયા આપવાનો ઇનકાર કરતા આખરે યુવતી સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધાયો હતો, જે બાદ ગણતરીના કલાકોમાં પોલીસે યુવતીને ઝડપી પાડી હતી.

g clip-path="url(#clip0_868_265)">