AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં કો ઓપરેટિવ સેક્ટરની નવી પહેલ, મંડળીઓના 'બેંક-મિત્ર’ને માઈક્રો ATM પૂરા પાડવામાં આવ્યા

ગુજરાતમાં કો ઓપરેટિવ સેક્ટરની નવી પહેલ, મંડળીઓના ‘બેંક-મિત્ર’ને માઈક્રો ATM પૂરા પાડવામાં આવ્યા

| Updated on: Jul 17, 2024 | 10:24 AM

વધારાનું ભંડોળ નવા બેંક ખાતાઓમાં ટ્રાન્સફર થયું છે. પ્રાયોગિક ધોરણે બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાની સહકારી બેંકોમાં 4.7 લાખથી વધુ નવા બચત ખાતા ખોલવામાં આવ્યા છે, જેથી બેંકોની હાલની થાપણોમાં ₹966 કરોડની વૃદ્ધિ થઈ છે.

ગુજરાતમાં ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ અંતર્ગત મંડળીઓ માટે નવી પહેલ શરુ કરવામાં આવી છે. મંડળીઓ માટે બનાવાયેલા બેંક-મિત્ર’ને માઈક્રો એટીએમ પૂરા પાડવામાં આવ્યા છે. જેનો લાભ મંડળીના સભ્યોને મળી રહેશે, જેના ટ્રાન્જેક્શન માટે તાલીમ પણ આપવામાં આવી છે.

ભારતમાં સહકારી ચળવળમાં અગ્રેસર ગુજરાત રાજ્ય સહકારક્ષેત્રમાં ફાયનાન્સિઅલ ટૅકનોલોજીના ઉપયોગમાં પણ પથ કંડારી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટી અને કેન્દ્રીય સહકારીતા મંત્રી અમિત શાહના માર્ગદર્શન તેમ જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શરુ થયેલી પહેલ – ‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ અંતર્ગત 1736 મંડળીઓમાં ‘બેંક-મિત્ર’ બનાવવામાં આવ્યા છે. આ ‘બેંક-મિત્ર’ને માઈક્રો એટીએમ પૂરા પાડવામાં આવ્યા છે. આ ‘બેંક-મિત્ર’ને ડિજિટલ ટ્રાન્ઝેક્શનની તાલીમ પણ આપવામાં આવી છે.

આ ઉપરાંત દૂધ સંઘો સાથે સંલગ્ન 1048 દૂધ મંડળીઓના બેંક એકાઉન્ટને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો સાથે ઈન્ટીગ્રેટ એટલે કે એકીકૃત કરવામાં આવ્યા છે. જેના પગલે વધારાનું ભંડોળ નવા બેંક ખાતાઓમાં ટ્રાન્સફર થયું છે. પ્રાયોગિક ધોરણે બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાની સહકારી બેંકોમાં 4.7 લાખથી વધુ નવા બચત ખાતા ખોલવામાં આવ્યા છે, જેથી બેંકોની હાલની થાપણોમાં ₹966 કરોડની વૃદ્ધિ થઈ છે.

આ પહેલ હેઠળ સહકારી સંસ્થાઓ અને સક્રિય સભ્યોને કુલ 3.32 લાખ RuPay ડેબિટ કાર્ડ પણ જાહેર કરવામાં આવ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">