Gujarat માં આગામી 48 કલાકમાં સારા વરસાદની હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 8 અને 9મી સપ્ટેમ્બરે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 11:28 PM

ગુજરાત(Gujarat) માં ચોમાસાની ચાલુ સિઝનમાં ભારે રાહ જોવડાવ્યા બાદ હવે મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ત્યારે મંગળવારથી રાજ્યભરમાં વરસાદ(Rain) નું જોર વધશે. જેમાં બંગાળની ખાડીમાં(Bay of Bengal)  સર્જાયેલું લો-પ્રેશર મજબૂત બનીને ડિપ્રેશન કે વેલમાર્ક લો-પ્રેશરમાં ફેરવાશે.

જેના પગલે મેટ્રો સિટી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 8મી સપ્ટેમ્બરથી માંડીને 14 સપ્ટેમ્બર દરમિયાન મધ્યમથી ભારે તો કેટલાક સ્થળોએ અતિભારે વરસાદ પડશે.

વિશેષજ્ઞો માની રહ્યા છે કે સારા વરસાદને પગલે ગુજરાતમાં નદી અને ડેમોમાં નવા નીર આવશે. રાજ્યમાં વરસાદની પડી રહેલી ઘટ પણ પુરાશે.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 8 અને 9મી સપ્ટેમ્બરે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે.

ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. એટલે કે આવનારા 48 કલાકો રાજ્યના માથે કાચુ સોનું વરસશે અને ગુજરાતની ધરતી હરિયાળી થશે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સપ્તાહમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે. જો કે શ્રાવણના છેલ્લા દિવસે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહીના પગલે સાબરકાંઠાના વિજયનગર પંથકમાં તેજ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો.તો અંબાજી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.

જ્યારે દક્ષિણ ગુજરાતમાં નવસારી શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો જેથી જળાશયોની સપાટીમાં વધારો થયો. તો સાથે સુરત શહેરમાં પણ વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. તેમજ જનજીવન પર પણ વ્યાપક અસર જોવા મળી છે.

આ પણ વાંચો : Ahmedabad: અનાથ બાળકી અર્પિતાને અમેરિકન દંપતિએ દત્તક લીધી, મળશે માતા પિતાનો પ્રેમ

આ પણ વાંચો : GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 6 સપ્ટેમ્બરે કોરોનાના નવા 19 કેસ, 6 લાખ લોકોનું રસીકરણ થયું

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">