આજનું હવામાન : 13 જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી, આ જિલ્લામાં યલો એલર્ટ, જુઓ Video
ગુજરાતમાં આ વખતે વરસાદની ખૂબ સારી શરૂઆત જોવા મળી. સૌરાષ્ટ્રથી લઇને દક્ષિણ ગુજરાત અને ઉત્તરથી લઇને મધ્ય ગુજરાતમાં મધ્યમથી લઇને ભારે વરસાદ પડી ચૂક્યો છે. જો કે હજુ પણ આવનાર 24 કલાકમાં મેઘરાજા અનેક જિલ્લાને ધમરોળશે. આજે 13 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ-યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આ જિલ્લાઓમાં રહેશે યલો એલર્ટ
સૌરાષ્ટ્ર અને કચ્છમા ભારે વરસાદની આગાહી છે..લો પ્રેશર સિસ્ટમ બનવાના કારણે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જ્યાં વરસાદનું ઓરેન્જ અલર્ટ અપાયું છે. જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં યલો એલર્ટ અપાયું છે. આણંદ, ભરૂચ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ યલો અલર્ટ અપાયું છે.
આ જિલ્લામાં સામાન્ય વરસાદ રહેશે
આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં આવતીકાલ સુધી ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહિસાગરમાં ભારે વરસાદની આગાહી છે આ દરમિયાન 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહેશે.
4 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શકયતા છે. રાજ્યમાં 4 થી 5 દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શકયતા છે.કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે. 2 જુલાઈ બાદ ફરી એકવાર ચોમાસું સક્રિય થવાની શક્યતા રહેલી છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો