ગુજરાતમાં માર્ચ મહિનામાં ઉંચકાયો ગરમીનો પારો, ચોમાસુ સારું રહેવાનો સંકેત
ગુજરાતમા આ વર્ષે માર્ચ મહિનાની શરુઆતમાં જ ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે. માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન સામાન્ય તાપમાન કરતા વધુ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ સારુ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગનું માનવું છે કે, માર્ચ મહિનામાં ગરમીના પ્રમાણમાં વધારો થવો એ સારા ચોમાસાની આગાહી કે વર્તારો ગણાવી શકાય. માર્ચ મહિનાની શરૂઆતના જ દિવસોમાં મહતમ તાપમાનનો પારો 34 ડીગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો છે.
ગુજરાતમા આ વર્ષે માર્ચ મહિનાની શરુઆતમાં જ ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે. માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન સામાન્ય તાપમાન કરતા વધુ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. માર્ચ મહિનામાં ગુજરાતના દ્વારકા અને કચ્છ જિલ્લામાં ભારે ઉકળાટ રહેવાની સંભાવના છે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાઈને 40 ડિગ્રીએ પહોચી જશે.
માર્ચ મહિનામા ગરમીનો પારો ઉચકાયેલો રહેવાને કારણે, માર્ચ મહિનામાં પ્રી મોન્સુન એક્ટિવિટી જોવા મળી શકે છે તેમ હવામાન વિભાગના ડાયરેકટરે જણાવ્યું છે.
ગુજરાતે 2026થી 2031 સુધીની જાહેર કરી સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન (STI) નીતિ
Published on: Mar 02, 2026 04:09 PM
Follow Us