અમદાવાદના સિંધુભવન રોડ પર કાર રેસિંગ કરતાં નબીરાએ કર્યો અકસ્માત, સ્થાનિકોમાં રોષ, જુઓ વીડિયો
અમદાવાદના રસ્તાઓને બે નબીરાઓ રેસિંગ ટ્રેક સમજી કાર ચલાવતા હતા. જે પૈકી મર્સિડીઝ ચલાવનારાનું નામ છે રિશીત પટેલ છે. અકસ્માત બાદ લક્ઝુરિઅસ કાર મુકીને તે તરત ભાગી ગયો હતો. જો કે પોલીસે તેને પકડી પાડ્યો છે.
ફરી એકવાર નબીરાઓએ અમદાવાદના રસ્તાને રેસિંગ ટ્રેક બનાવી દીધો છે. સિંધુભવન રોડ પર રાતના 3 વાગ્યા બાદ એક અકસ્માત થયો હતો. જો કે આ અકસ્માત માટેનું કારણ કાર રેસ હતુ. બે લક્ઝુરિઅસ કારના ચાલકોએ રેસ લગાવી હતી અને આ જ દરમિયાન મર્સિડીઝ કારની ટક્કરે બે ગાડી આવી ગઈ.
અમદાવાદ શહેરમાં નબીરાઓ અને વાહનોની રેસ લગાવતા તત્વો બેફામ બન્યા હોય તેમ એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે. દિવાળીની રાતે શહેરમાં ઇસ્કોન બ્રિજ ઉપર બનેલી ઘટના જેવી ઘટના ફરી એકવાર અમદાવાદ શહેરમાં બનતા બનતા રહી ગઈ છે.
આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે એસજી હાઇવે પાસે આવેલ સિંધુ ભવન રોડ પર આ ઘટના બની છે. કે જ્યાં ઓવર્સ ટ્રેડિંગ Mercedes કારે બે કારને ટક્કર મારી છે. જેમાં એક કારને ટક્કર વાગતા તે કાર ત્રણ વખત રાઉન્ડ મારીને સીધા રોડ પર ઊંધી ઉભી રહી ગઈ. જે કારમાં ચોકસી પરિવાર સવાર હતો જે હાલ ગભરાઈ ગયો છે. પણ તેઓ ન્યાય માટે માગ કરી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે સાઉથ બોપલમાં રહેતો ચોકસી પરિવાર રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ પકવાનથી પોતાના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે સિંધુભવન રોડ ઉપર સિંધુભવન બગીચા પાસે તેઓ પહોંચ્યા ત્યારે તેમની પાછળ આવી રહેલી Mercedes કાર અને તેની સાથે એક ઓડી કાર આવતી હતી. તેમાંથી Mercedes કારે તેમને ટક્કર મારી અને બંને કાર ત્યાંથી ફૂલ સ્પીડમાં રવાના પણ થઈ ગઈ હતી.
ઘટનાના CCTV ફુટેજ સામે આવ્યા
જો કે Mercedes કારે એવી ટક્કર મારી કે તેનું ડ્રાઇવર તરફનું આગળનું ટાયર તૂટીને બહાર આવી ગયું અને કાર તેને ત્યા જ ઉભી રાખવી પડી હતી. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. અકસ્માત સર્જનાર કાર જ્યારે પસાર થાય છે ત્યારે રસ્તા પર તણખલા ઉડતા પણ દેખાય છે. જેના પરથી અંદાજો લગાવી શકાય છે કે બંને કાર કેટલી સ્પીડમાં હોઈ શકે છે.
બે નબીરાઓ રેસિંગ ટ્રેક સમજી કાર ચલાવતા હતા
અમદાવાદના રસ્તાઓને બે નબીરાઓ રેસિંગ ટ્રેક સમજી કાર ચલાવતા હતા. જે પૈકી મર્સિડીઝ ચલાવનારાનું નામ રિશીત પટેલ છે. અકસ્માત બાદ લક્ઝુરિઅસ કાર મુકીને તે તરત ભાગી ગયો હતો. જો કે પોલીસે તેને પકડી પાડ્યો છે. આ રિશીતનું સોશિયલ મીડિયા એકાઉન્ટ જ તેના બેફામ જીવનની ચાડી ખાય છે. તેણે કાર રેસિંગના વીડિયો પોસ્ટ કર્યા છે. લક્ઝુરિઅસ કાર સાથે તેના અનેક ફોટો અને વીડિયો છે. હાલ તો પોલીસે તેને પકડી પાડ્યો છે.
જો કે આ અકસ્માત બાદ સવાલ એ થાય છે કે ક્યાં સુધી આ નબીરાઓ બીજાના જીવને જોખમમાં મુકતા રહેશે. અમદાવાદના રસ્તાઓ પર નીકળી પડતાં આ નબીરાઓ તદ્દન બેજવાબદારીભર્યું વર્તન કરે છે. જેનો ભોગ નિર્દોષ લોકો બને છે. આવા નબીરાઓ પર હવે કાયદાએ ગાળિયો કડક કરવાની જરૂર જણાઇ રહી છે. જેથી તેમની મજા કોઈ માટે સજા ન બને.
અકસ્માત સર્જનાર રિશીત પટેલ ધરાવે છે વૈભવી બંગલો અને કાર
ઘટના બાદ Tv9ની ટીમ રિશીતના ઘરે પહોંચી તો સામે આવ્યું કે તેના પિતા મયુર પટેલ પાસે છે વૈભવી બંગલો અને કાર છે. સોલામાં સોલીટેઇર બંગલોમાં 7 નંબરનો બંગલો ધરાવે છે. જે બંગલોને આશીર્વાદ નામ આપવામાં આવ્યું છે. જે બંગલો પર કારમાં ફરારી, પોર્સે, મરસીડીઝ, કિયા,વોલ્વો, સ્કોડા જેવી વૈભવી કારોનું કલેક્શન છે.
કરોડોના વૈભવી બંગલો સાથે વૈભવી કારનું કલેક્શન છે. જેના પરથી રિશીત અને તેના પિતા મોટા ઉદ્યોગપતિ હોય તેમ લાગી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે મયુર પટેલ કેમિકલ ઉદ્યોગ કે અન્ય ઉદ્યોગ સાથે સંકળાયેલ હોવાની વાત છે. જેથી તે માલેતુજાર પરિવાર હોય તેમ ફલિત થઈ રહ્યું છે. તેમજ પરિવાર ઘરે હોવા છતાં ઘરે ન હવાનો માહોલ ઉભો કરાઈ રહ્યો છે. જેથી મીડિયા ને જવાબ આપવો ન પડે. ત્યારે જરૂરી છે કે અકસ્માત સર્જનાર સામે એક ઉદાહરણ રૂપ કાર્યવાહી થાય.