Mehsana Rain : ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમ 85 ટકા ભરાયો, જુઓ Video
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમમાં નવા નીરની આવક થઈ છે. હાલમાં ધરોઈ ડેમ 85 ટકા ભરાયો છે. ધરોઈ ડેમની જળ સપાટી 618.07 ફૂટ થઈ છે.
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમમાં નવા નીરની આવક થઈ છે. હાલમાં ધરોઈ ડેમ 85 ટકા ભરાયો છે. ધરોઈ ડેમની જળ સપાટી 618.07 ફૂટ થઈ છે. ધરોઈ ડેમની કુલ જળ સપાટી 622 ફૂટ આવ્યા છે. ડેમમાં હાલમાં 1157 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. વરસાદી પાણીની આવક વધતા જળ સ્ટોક વધ્યો છે.
નર્મદા ડેમની જળસપાટીમાં વધારો
બીજી તરફ નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 2 સેમીનો વધારો થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 99.25 ટકા ભરાયો છે. નર્મદા ડેમની સપાટી 138.46 મીટરે પહોંચી છે. જ્યારે નર્મદા ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે.
નર્મદા ડેમમાં 1 લાખ 44 હજાર ક્યૂસેકથી વધુ પાણીની આવક છે. જ્યારે નર્મદા નદીમાં 1 લાખ ક્યૂસેકથી વધુ પાણી છોડવામાં આવ્યુ છે. જેના પગલે વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરાયા છે. નર્મદા ડેમ મહત્તમ સપાટી પર પહોંચવામાં માત્ર 22 સેમી બાકી છે. જેના કારણે નર્મદા ડેમના 10 દરવાજા 1.35 મીટર ખોલવામાં આવ્યા છે.