Mehsana: ક્ષત્રિય ઠાકોર સમાજનો મહત્વનો નિર્ણય, વિસનગર બેઠકમાં જાહેર કર્યો નિયમ, લગ્ન પ્રસંગમાં DJ વગાડવા પર પ્રતિબંધ
કુરિવાજોને હવે બંધ કરવા માટે વિસનગરના ક્ષત્રિય ઠાકોર સમાજે પહેલ કરી છે. સમાજની વિસનગરમાં બેઠક મળી હતી અને સમાજનુ બંધારણ હવે વધારે કડક કરવામાં આવ્યુ છે. ઠાકોર સમાજના બંધારણમાં કડકાઈ વધારતા કેટલીક પ્રથાઓને બંધ કરવાના નિર્ણય કરવામાં આવ્યો છે.
લગ્ન પ્રસંગમાં આમ તો ખોટા ખર્ચાઓને લઈ દીકરા અને દીકરીના પરિવારજનો આર્થિક રીતે ખેંચાઈ જતા હોય છે. સમાજને ખાતર તેઓએ કેટલાક ખર્ચા એક બીજાને કારણે કરવા પડતા હોય છે. આવા કુરિવાજોને હવે બંધ કરવા માટે વિસનગરના ચાર મેવાત ક્ષત્રિય ઠાકોર સમાજે પહેલ કરી છે. સમાજની વિસનગરમાં બેઠક મળી હતી અને સમાજનુ બંધારણ હવે વધારે કડક કરવામાં આવ્યુ છે. ઠાકોર સમાજના બંધારણમાં કડકાઈ વધારતા કેટલીક પ્રથાઓને બંધ કરવાના નિર્ણય કરવામાં આવ્યો છે.
ખાસ કરીને લગ્ન પ્રસંગમાં છેલ્લા કેટલાક સમયથી ડીજે વગાડવાનુ ચલણ અને શોખ વધ્યો છે. લગ્ન પ્રસંગ હોય એટલે ડીજે જાણે કે ફરજીયાત હોય જોવા મળતુ હતુ. તેના માટે મોટા ખર્ચા લગ્ન કરનારા દીકરા-દીકરીના પરિવારને વેઠવા પડતા હતા. જાન તેડાવવા માટે અને એ પહેલા વરઘોડામાં પણ ડીજે બોલાવીને તેની પાછળ મોટો ખર્ચ કરવામાં આવતો હતો. પરંતુ હવે વિસનગરના ઠાકોર સમાજે ડીજે લગ્નમાં વગાડવા પર પ્રતિબંધની જાહેરાત કરી છે. આ સિવાય લગ્ન પ્રસંગ દરમિયાન લગ્ન સ્થળ આસપાસ જુગાર રમાતો હોય છે, એ પણ બંધ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગરની નવી સિવિલ હોસ્પિટલમાં ગંદકીના ઢગ, સ્થાનિક યુવાનોએ શરુ કર્યુ અભિયાન, જુઓ Video
મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
