Mehsana : પતંગના પેચ લડાવવાની માથાકૂટમાં એક વૃદ્ધની હત્યા, 5 શખ્સો વિરૂદ્ધ નોંધાઇ ફરિયાદ
પતંગ ચગાવવાની માથાકુટમાં ફરિયાદીના ભાઈ, દીકરા અને પત્નીને પણ માર મારી ઈજા પહોંચાડી હતી. આ સંપૂર્ણ ઘટનામા કુલ 5 લોકો વિરૂદ્ધમાં મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.
મહેસાણાના ઉમા ગામમાં ઉત્તરાયણના પર્વ પર દિલ કંપી ઉઠે તેવી ઘટના બની છે. મહેસાણાના ઉમા નગરમાં પતંગના પેચ લડાવવાની માથાકૂટમાં એક વૃદ્ધની હત્યા કરવામાં આવી છે. જેની ફરિયાદ નોધાવનાર વણજારા માંગીલાલ નાગજીભાઈના છોકરાઓ પતંગ ચગાવતા હતા. ત્યારે ઠાકોર અને રાવળ 5 યુવકોએ પેચ લડાવવા મામલે માથાકૂટ કરી હતી. જેમા 62 વર્ષીય વણજારા નાગજીભાઈના માથામાં પાઇપ ફટકારી હતી. જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતુ. પતંગ ચગાવવાની માથાકુટમાં ફરિયાદીના ભાઈ, દીકરા અને પત્નીને પણ માર મારી ઈજા પહોંચાડી હતી. આ સંપૂર્ણ ઘટનામા કુલ 5 લોકો વિરૂદ્ધમાં એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જેમાં વનરાજ ઠાકોર, હરેશ રાવળ, ચિરાગ રાવળ, બોબી રાવળ, સુનીલ વ્યાસ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે આ સંપૂર્ણ ઘટનાની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Gir somnath : રખડતા ઢોરનો આતંક યથાવત, બે આખલા બાખડતા મહિલાને લીધી અડફેટે, જુઓ Video
ઘાતકી દોરીથી અનેક લોકો ગંભીર રીતે ઘવાયા
તો આ તરફ મકરસંક્રાતિનો પર્વ અનેક લોકો માટે દુ:ખનો દહાડો બન્યો હતો. પતંગની ઘાતકી દોરીથી અનેક લોકો ગંભીર રીતે ઘવાયા હતા. મહિસાગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, અરવલ્લી, સાબરકાંઠા અને પંચમહાલ સહિત અનેક જિલ્લાઓમાં દુર્ઘટના સર્જાઈ હતી. રાજકોટમાં પતંગ ચગાવતી વખતે અગાસી પરથી આધેડ પટકાયા હતા.. અરવલ્લીમાં ધનસુરા-માલપુર રોડ પર પતંગની દોરી ગળામાં ફસાઈ જતા પરિવારને અકસ્માત નડયો હતો..આ તરફ સાબરકાંઠાના ઈડરમાં ચાઇનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું હતું…બીજી તરફ પંચમહાલમાં રેણા પાસે ચાઈનીઝ દોરીથી યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
