AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gir somnath : રખડતા ઢોરનો આતંક યથાવત, બે આખલા બાખડતા મહિલાને લીધી અડફેટે, જુઓ Video

Gir somnath : રખડતા ઢોરનો આતંક યથાવત, બે આખલા બાખડતા મહિલાને લીધી અડફેટે, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2023 | 8:55 AM
Share

આખલાએ મહિલાને અડફેટમાં લેતા મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી જેને તાત્કાલીક ધોરણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ સંપૂર્ણ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

રાજ્યભરમાં રખડતા ઢોરનો આતંક દિવસે દિવસે વધતો જાય છે. જેના કારણે અનેક લોકોના જીવ જોખમમાં મુકાય છે. તેવી જ એક ઘટના ગીર સોમનાથના હમીરજી સર્કલ નજીક બની છે. જેમા બે આખલા એક બીજા સાથે બાખડતા એક મહિલાને અડફેટમાં લીધી હતી. આખલાએ મહિલાને અડફેટમાં લેતા મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી જેને સ્થાનિકો દ્વારા તાત્કાલીક ધોરણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ સંપૂર્ણ ઘટના સીસીટીવીમાં રેકોડ થઈ હતી.

આ પણ વાંચો : Video: ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક ડૉ રાજેન્દ્ર ખીમાણીએ આપ્યુ રાજીનામુ, ચાન્સેલર આચાર્ય દેવવ્રતે કર્યો સ્વીકાર

રાજ્યની વિવિધ મહાનગર પાલિકાઓ તેમજ નગરપાલિકાઓ ગુજરાત હાઇકોર્ટે કરેલી ટકોર બાદ જાણે ઢોર પકડવા માટે સક્રિય થઈ ગઈ હતી. ભાવનગરમાં પણ અન્ય શહેર અને જિલ્લાઓની જેમ જ રખડતા ઢોરનો ત્રાસ હોવાથી કોર્પોરેશને સઘન કામગીરી હાથ ધરતા આશરે 500 જેટલા ઢોર પકડીને ડબ્બામાં પૂરી દીધા હતા. હાઇકોર્ટની ફટકાર બાદ ભાવનગર કમિશનરે ઢોર પકડવાની કામગીરી ખૂબ જ ઝડપી રીતે ચલાવી છે. જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ શહેરમાંથી 525 ગાય અને આખલાને પકડીને પૂરવામાં આવ્યા છે. હાલમાં કોર્પોરેશનના એરપોર્ટ રોડ તેમજ અખીલ સર્કલના ઢોર ડબ્બા પણ ભરચક થઈ ગયા છે. તેમજ વધુ એક ઢોર ડબ્બો કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગની જગ્યામાં ઉભો કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે

g clip-path="url(#clip0_868_265)">