Aravalli : મેઘરજમાં 2 જૂથ વચ્ચે થયો પથ્થરમારો, 6 ઈજાગ્રસ્ત, જુઓ Video
ગુજરાતમાં વધુ એક વખત જૂથ અથડામણની ઘટના બની છે. અરવલ્લીના મેઘરજમાં 2 જૂથ વચ્ચે સામ સામે પથ્થરમારો કરવામાં આવ્યો છે. જૂથ અથડામણમાં ટોળાએ 1 કારના કાચ તોડ્યા હતા. જ્યારે સામ સામે પથ્થરમારામાં એક હોમગાર્ડ સહિત 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
રાજ્યમાં અવારનવાર જૂથ અથડામણની ઘટના બનતી હોય છે. ત્યારે ગુજરાતમાં વધુ એક વખત જૂથ અથડામણની ઘટના બની છે. અરવલ્લીના મેઘરજમાં 2 જૂથ વચ્ચે સામ સામે પથ્થરમારો કરવામાં આવ્યો છે. જૂથ અથડામણમાં ટોળાએ 1 કારના કાચ તોડ્યા હતા. જ્યારે સામ સામે પથ્થરમારામાં એક હોમગાર્ડ સહિત 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
બે જૂથ વચ્ચે સામ-સામે પથ્થરમારો
ધાર્મિક સ્થાન પાસે એકાએક પથ્થરમારો થતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક આસપાસના વિસ્તારમાં આવેલા પોલીસ મથકની ટીમોને પણ મેઘરજમાં બંદોબસ્તમાં ગોઠવવામાં આવી હતી. જો કે જિલ્લા પોલીસ વડા સહિતની ટીમ પણ ઘટનાસ્થળે હાજર રહી હતી. પરંતુ હજુ પણ જૂથ અથડામણનું ચોક્કસ કારણ અકબંધ છે.
Published on: Dec 07, 2024 10:01 AM
Latest Videos