ગુજરાતની તમામ જેલોમાં એકસાથે દરોડા પાડવામાં આવ્યા છે . જેમાં અમદાવાદ સેન્ટ્રલ જેલમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. પોલીસકર્મીઓ બોડી કેમેરા સાથે પહોંચ્યા છે. જેમાં જેલમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં હાલ 100 કરતા વધારે પોલીસ કર્મીઓ અને અધિકારીઓ જેલમાં સર્ચ ઓપરેશન માં જોડાયા છે. જેમાં 4 ડીસીપી 2 એસીપી અને પીએસઆઈ સહિત પોલીસ અધિકારીઓ સર્ચમા જોડાયા છે. ગૃહ રાજ્ય પ્રધાનની ઉચ્ચસ્તરીય બેઠક બાદ દરોડા પાડવામાં આવ્યા હતા. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ત્રિનેત્રના માધ્યમથી દરોડાની કાર્યવાહી નિહાળી હતી.
રાજ્યભરની જેલોમાં પાડવામાં આવેલા દરોડા પાછળ યુપીના ગેંગસ્ટરની શંકાસ્પદ એક્ટિવિટી હોવાની માહિતી મળી રહી છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં અતિક અહેમદ હાઈ સિક્યુરિટી ઝોનમાં હતો, તેમ છતાં પણ ઉત્તરપ્રદેશમાં એક શખ્સની હત્યા કરાવવામાં તેની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે.અતિક અહેમદે વોટ્સએપ કોલથી વાત કર્યા બાદ હત્યા થઈ હોવાના આઈબી ઈનપૂટ મળ્યા બાદ આ સમગ્ર કાર્યવાહી કરાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
રાજ્યભરની જેલોમાં પોલીસના ધાડેધાડા ઉમટી પડ્યા છે. સ્થાનિક પોલીસ, મહિલા પોલીસે ઉચ્ચ અધિકારીઓના નિરીક્ષણ હેઠળ સમગ્ર કાર્યવાહી હાથ ધરી. આ કાર્યવાહીથી કેટલાક ઉચ્ચ અધિકારીઓ સહિત સ્થાનિક પોલીસ પણ અજાણ હોવાની માહિતી મળી છે.તમામ પોલીસકર્મીઓને પહેલા પોલીસ કમિશનર ઓફિસ બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ એકસાથે દરોડો પાડવામાં આવ્યા હોવાની માહિતી મળી છે.
આ પણ વાંચો : Breaking News : રાજકોટમાં જોઈન્ટ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ રૂપિયા 5 લાખની લાંચ લેતા ઝડપાયા