Breaking News: CMO માંથી હિતેશ પંડ્યાએ આપ્યું રાજીનામું, કિરણ પટેલના કેસમાં હિતેશ પંડ્યાના પુત્ર અમિત પંડ્યાનું નામ ચર્ચામાં

Manasi Upadhyay

|

Updated on: Mar 24, 2023 | 8:55 PM

conman કિરણ પટેલના કેસમાં ગુજરાત CMOમાંથી હિતેશ પંડ્યાએ રાજીનામું આપ્યું છે. નોંધનીય છે કે  ઠગ કિરણ પટેલ સાથે ભાજપ નેતા અમિત પંડ્યાનું નામ આવતા ભાજપે અમિત પંડયા સાથે છેડો ફાડયો હતો.

Breaking News: CMO માંથી હિતેશ પંડ્યાએ આપ્યું રાજીનામું, કિરણ પટેલના કેસમાં હિતેશ પંડ્યાના પુત્ર અમિત પંડ્યાનું નામ ચર્ચામાં

Follow us on

conman કિરણ પટેલના કેસમાં ગુજરાત CMOમાંથી હિતેશ પંડ્યાએ રાજીનામું આપ્યું છે. નોંધનીય છે કે  ઠગ કિરણ પટેલ સાથે ભાજપ નેતા અમિત પંડ્યાનું નામ આવતા ભાજપે અમિત પંડયા સાથે છેડો ફાડયો હતો. કિરણ પટેલના કેસમાં અમિત પંડ્યાનું નામ સામે આવતા ઘણા સમયથી એ  ચર્ચા હતી કે પુત્રના કારનામાને કારણે પિતાનું પદ પણ છીનવાઈ શકે છે. આ શકયતાઓ વચ્ચે હિતેશ પંડ્યાના રાજીનામાના અહેવાલ સામે આવ્યા છે.

હિતેશ પંડ્યાએ આજે સાંજે  રાજીનામું આપ્યું હતું  તેઓ અને તેઓ 31મી માર્ચ સુધી  જ હવે CMOમાં  કાર્યરત રહેશે. નોંધનીય છે કે હિતેશ પંડ્યા સીએમઓ ઓફિસમાં PRO ના  પદે કાર્ય કરતા હતા.

ભાજપમાંથી અમતિ પંડ્યાની  હકાલ પટ્ટી

જેમાં તેમને ભાજપના સોશિયલ મીડિયા ઉત્તર ઝોન ઈન્ચાર્જ અમિત પંડ્યાને હટાવ્યા છે. જો કે અમિત પંડ્યાને જવાબદારીમાંથી મુક્ત કર્યાનો ભાજપે કોઇ સત્તાવાર પત્ર કર્યો નથી. તેમને ભાજપના સોશિયલ મીડિયા ઉત્તર ઝોન ઈન્ચાર્જ અમિત પંડ્યાને હટાવ્યા છે. જો કે અમિત પંડ્યાને જવાબદારીમાંથી મુક્ત કર્યાનો ભાજપે કોઇ સત્તાવાર પત્ર કર્યો નથી.મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક અધિકારી હિતેષ પંડ્યાનો પુત્ર અમિત પંડ્યા છે.અમિત પંડ્યા CCTV નેટવર્કિંગની કંપની ચલાવે છે અને ગુજરાત ભાજપ પ્રદેશની ટીમમાં મીડિયા ઇન્ચાર્જ તરીકે કામ કરતો હતો .અમિત પંડ્યા કાશ્મીરમાં CCTVનો ધંધો કરવા માગતો હતો.

મહાઠગ કિરણ પટેલનું વધુ એક કારસ્તાન પોલીસ ચોપડે નોંધાયું

મહાઠગ કિરણ પટેલનું વધુ એક કારસ્તાન પોલીસ ચોપડે નોંધાયું છે. જેમાં રીનોવેશન નામે બંગલો પચાવી પાડવાના ષડ્યંત્ર રચ્યું હતું કિરણ પટેલ અને તેની પત્નીના આ કારસ્તાન લઈ ગુનો નોંધી તપાસ શરૂ કરી.જયારે ભોગ બનારએ કિરણ પટેલ પાછળ રાજકીય પીઢબળ હોવાનો આરોપ લગાવ્યો છે. જેમાં ઝેડ પલ્સ સિક્યુરિટી મેળવીને જમ્મુ પોલીસને ગેરમાર્ગે દોરનાર મહા ઠગ કિરણ પટેલને વધુ એક કારસ્તનો પર્દાફાશ થયો છે. જેમાં કિરણ અને તેની પત્ની માલિનીએ મિત્રતા કેળવણીને 15 કરોડનો બંગલો પચાવવાનો પ્રયાસ કર્યો.ઘટના કઈક એવી છે કે જમીન લે વેચનો વ્યવસાય કરતા જગદીશ ચાવડાને મહાઠગ કિરણ પટેલએ PMOના ક્લાસવન ઓફિસરની ઓળખ આપીને પોતે ટી પોસ્ટ કંપનીમાં ભાગીદાર હોવાનું અને પ્રોપટી લે વેચ કામ કરતો હોવાનો વિશ્વાસ કેળવ્યો હતો.

 

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati