અમદાવાદઃ જમાલપુર નજીક લાઠીબજારમાં લાગેલી આગમાં કાબુમાં આવી, કરોડો રુપિયાનું થયુ નુકસાન, જુઓ વીડિયો
અમદાવાદના જમાલપુરમાં આગ લાગવાની ઘટના બની હતી. દિલ્હી-રાજસ્થાન ટ્રાન્સપોર્ટમાં કબાડી માર્કેટમાં આગ લાગી હતી.આગમાં કાપડ, ગમ, પ્લાય,લાકડું, ઓફિસ રેકર્ડ, ફર્નિચર, વાયરીંગ વગેરે બળીને ખાખ થઇ ગયા છે.
અમદાવાદના જમાલપુરમાં દિલ્હી-રાજસ્થાન ટ્રાન્સપોર્ટના કબાડી માર્કેટમાં આગ લાગી હોવાની એક ઘટના સામે આવી છે. આગ એટલી ભીષણ હતી કે તેમે બુઝાવવા માટે ફાયર વિભાગના 20 જેટલા વાહનો કામે લાગ્યા હતા. હાલ આગ તો બુઝાઇ ગઇ છે, જો કે આગમાં કરોડો રુપિયાનું નુકસાન થયુ છે.

અમદાવાદના જમાલપુરમાં આગ લાગવાની ઘટના બની હતી. દિલ્હી-રાજસ્થાન ટ્રાન્સપોર્ટમાં કબાડી માર્કેટમાં આગ લાગી હતી.આગમાં કાપડ, ગમ, પ્લાય,લાકડું, ઓફિસ રેકર્ડ, ફર્નિચર, વાયરીંગ વગેરે બળીને ખાખ થઇ ગયા છે. આગમાં અંદાજિત 3.50 કરોડથી વધુનો સમાન બળીને ખાખ થઇ ગયો છે.
આગ એટલી ભીષણ હતી કે ફાયર વિભાગના 20થી વધુ વાહન દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરીમાં જોતરાયા હતા. ગજરાજ 10,ટેન્કર 1,મિની ફાઇટર 1,RIV 4 વાહનો આગ બુઝવવાની કામગીરીમાં કામે લાગ્યા હતા.ફાયરના કુલ 55 ફાયર ફાયટરનો સ્ટાફ આગ પર કાબૂ મેળવવામાં લાગ્યો હતો. ભારે જહેમત બાદ અંતે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જો કે આગનું કારણ હજુ સુધી જાણવા મળ્યુ નથી.
