Rajkot : મુરઘા ગેંગના સમીરના રિમાન્ડમાં મોટા ખુલાસો, આરોપીએ કારમાં સંતાડી હતી પિસ્તોલ, જુઓ Video
રાજકોટમાં મંગળા રોડ પર ગેંગવોરમાં ફાયરિંગનો કેસમાં પોલીસે તપાસ હાથ ધરી છે. મુરઘા ગેંગના સમીરના રિમાન્ડ દરમિયાન મહત્વના ખુલાસો થયો છે. ગુનામાં વપરાયેલી પિસ્તોલ કારમાં સંતાડ્યા હોવાનો ખુલાસો થયો છે.
રાજકોટમાં મંગળા રોડ પર ગેંગવોરમાં ફાયરિંગનો કેસમાં પોલીસે તપાસ હાથ ધરી છે. મુરઘા ગેંગના સમીરના રિમાન્ડ દરમિયાન મહત્વના ખુલાસો થયો છે. ગુનામાં વપરાયેલી પિસ્તોલ કારમાં સંતાડ્યા હોવાનો ખુલાસો થયો છે. પોલીસે 3 પિસ્તોલ, 4 મેગઝીન સહિત 18 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. SOG પોલીસે થાર ગાડી પણ કબજે લીધી હતી. પોલીસે આરોપીની વધુ પુછપરછ હાથ ધરી છે.
રાજકોટના મંગળા રોડ પર થોડા સમય અગાઉ થયેલા સરાજાહેર ફાયરિંગના બનાવ બાદ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી, જેના પરિણામે એક પછી એક મહત્વના ખુલાસા સામે આવી રહ્યા છે. આ ફાયરિંગની ઘટના પેંડા ગેંગ અને મુરઘા ગેંગ વચ્ચેની ગેંગવોરનું પરિણામ હતી. ગત 29 તારીખના રોજ મંગળા મેઈન રોડ પર આ ઘટના બની હતી, જેમાં ખુલ્લેઆમ ફાયરિંગ થયું હતું, જેને કારણે શહેરભરમાં ખળભળાટ મચી ગયો હતો.
આરોપીએ કારમાં સંતાડી હતી પિસ્તોલ
પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી મુરઘા ગેંગના સમીર અને તેના બે સાગરીતોને પકડી પાડ્યા હતા. સમીરના રિમાન્ડ દરમિયાન થયેલી પુછપરછમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી છે. પોલીસે ગુનામાં વપરાયેલી ત્રણ પિસ્તોલ, ચાર મેગેઝીન અને અઢાર જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. આ તમામ હથિયારો એક થાર ગાડીમાં સંતાડવામાં આવ્યા હતા. SOG પોલીસે આ થાર ગાડી પણ કબજે લીધી છે અને તેની વધુ તપાસ કરી રહી છે કે અગાઉ તેનો કયા ગુનાઓમાં ઉપયોગ થયો હતો અને ભવિષ્યમાં તેનો શું ઉપયોગ થવાનો હતો.
હાલમાં, પોલીસે મુરઘા ગેંગને આ હથિયારો કોણે સપ્લાય કર્યા હતા તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રાજ્યની બહારથી હથિયારો સપ્લાય કરનાર વ્યક્તિને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. રાજકોટ શહેરમાં ગુનાખોરીનો આંકડો સતત વધી રહ્યો છે અને આરોપીઓને પોલીસનો કે કાયદાનો કોઈ ડર ન હોય તેમ જાહેરમાં આવા ગંભીર ગુનાઓ આચરી રહ્યા છે, જે શહેરવાસીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. પોલીસે આરોપીની વધુ પુછપરછ દ્વારા આ કેસના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
