દાહોદ: 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર આચાર્યને 10 વર્ષની કેદ – જુઓ Video
દાહોદમાં સગીરા સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો. 6 વર્ષીય બાળકી સાથે બળાત્કાર થયા બાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
19 સપ્ટેમ્બર 2024ના રોજ દાહોદના તોરણીમાં સગીરા સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો. 6 વર્ષીય બાળકી સાથે બળાત્કાર થયા બાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સરકાર પક્ષે આ ઘટનાને ગંભીરતા પૂર્વક લીધી અને માત્ર 12 દિવસમાં ચાર્જશીટ બનાવી હતી.
કેસમાં કુલ 150 સાક્ષી સહિતની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકાર તરફથી 31 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત દસ્તાવેજી અને ઇલેક્ટ્રોનિક પુરાવા પણ કોર્ટમાં રજૂ કરાયા હતા. જણાવી દઈએ કે, આ નરાધમ બીજું કોઈ નહી પણ બાળકી જે સ્કૂલમાં ભણતી હતી ત્યાંના આચાર્ય જ હતા.
કુલ 34 હિયરિંગમાં આ કેસની ટ્રાયલ પૂર્ણ કરવામાં આવી છે. આ મામલામાં સ્પેશિયલ કોર્ટે આરોપીને દસ વર્ષની સજા અને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. રાજ્ય સરકારે આ કેસમાં વિશેષ સરકારી વકીલ તરીકે અમિત નાયરની નિમણૂક કરી હતી.