Ahmedabad Video : અસારવા સિવિલના ઇમેજીંગ સેન્ટરની સામે યુવકની થઈ હત્યા, બોમ્બ બ્લાસ્ટના સ્થળથી થોડે જ દૂર બની ઘટના

Ahmedabad Video : અસારવા સિવિલના ઇમેજીંગ સેન્ટરની સામે યુવકની થઈ હત્યા, બોમ્બ બ્લાસ્ટના સ્થળથી થોડે જ દૂર બની ઘટના

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2024 | 11:44 AM

શાહીબાગ વિસ્તારમાં આવેલી અસારવા સિવિલના ઈમેજીંગ સેન્ટની સામે હત્યા થઈ હતી. મળતી માહિતી અનુસાર જૂની અદાવતને લઈને 4 યુવકએ હુમલો કર્યો હતો. હુમલામાં આલોક કુશવાહ નામના યુવકનું મોત થયુ છે.

અમદાવાદમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. શાહીબાગ વિસ્તારમાં આવેલી અસારવા સિવિલના ઈમેજીંગ સેન્ટરની સામે હત્યા થઈ હતી. મળતી માહિતી અનુસાર જૂની અદાવતને લઈને 4 યુવકએ હુમલો કર્યો હતો. હુમલામાં આલોક કુશવાહ નામના યુવકનું મોત થયુ છે. જો કે આ સમગ્ર ઘટના અંગે શાહીબાગ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અસારવા સિવિલની સિક્યુરિટી સામે સવાલ

ઉલ્લેખનીય છે કે એશિયાની નંબર વન ગણાતી અસારવા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં સહયોગ ઇમેજીંગ સેન્ટરની સામે જ યુવકની હત્યાની ઘટના બની હતી. નોંધનીય બાબત છે કે જે સ્થળે યુવાનની હત્યા કરાઇ તે સ્થળથી માત્ર 10થી 15 ડગલા દૂર અમદાવાદમાં સૌથી મોટો બ્લાસ્ટ થયો હતો.

ત્યારબાદ અસારવા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં સુરક્ષા માટે ખાનગી સિકયુરીટીને મૂકવામાં આવી હતી. તેના માટે કરોડો રૂપિયા પણ ચૂકવાઇ રહ્યા છે. છતાં પણ સિવિલ કેમ્પસમાં જ હત્યાની ઘટના બની છે. જેને લઇ સિવિલમાં સુરક્ષાને લઇ અનેક સવાલો ઉઠ્યા છે.

Published on: Nov 03, 2024 11:44 AM
g clip-path="url(#clip0_868_265)">