વીડિયો : વર્લ્ડ કપ મેચમાં મેદાનમાં શખ્સના પ્રવેશ મામલે રાજ્ય સરકાર એક્શનમાં, પોલીસ પાસે રિપોર્ટ માગ્યો

મેદાનમાં શખ્સ પહોંચવાની ઘટના બાબતે ગૃહ રાજ્યમંત્રી એક્શનમાં આવ્યા અને પોલીસ પાસે હર્ષ સંઘવીએ રિપોર્ટ માગ્યો છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં થયેલી મોટી ચૂકને લઈ બેઠકનો દૌર પણ યથાવત છે. અમદાવાદમાં પોલીસ અધિકારીઓની બેઠક થઇ અને ગાંધીનગરથી અધિકારીઓને તેડું આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2023 | 4:25 PM

ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલ મેચમાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત હોવાનો દાવો પોકળ સાબિત થયો છે. ગ્રાઉન્ડમાં એક શખ્સ સીધો ભારતીય ટીમની બેટિંગ વખતે વિરાટ કોહલી પાસે પહોંચી ગયો હતો. વિચાર કરો કેટલી મોટી ચૂક થઇ છે કે એક શખ્સ તમામ સુરક્ષા ચક્રવ્યૂહને તોડી સીધો ભારતના મુખ્ય બેટર વિરાટ પાસે પહોંચી ગયો હતો. આ ગંભીર બેદરકારીને લઇને રાજ્ય સરકાર એક્શનમાં આવી છે.

મેદાનમાં શખ્સ પહોંચવાની ઘટના બાબતે ગૃહ રાજ્યમંત્રી એક્શનમાં આવ્યા અને પોલીસ પાસે હર્ષ સંઘવીએ રિપોર્ટ માગ્યો છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં થયેલી મોટી ચૂકને લઈ બેઠકનો દૌર પણ યથાવત છે. અમદાવાદમાં પોલીસ અધિકારીઓની બેઠક થઇ અને ગાંધીનગરથી અધિકારીઓને તેડું આવ્યું છે.

મેદાનમાં પ્રવેશ કરનાર આ વ્યક્તિનું નામ જોનસન છે, તે ઓસ્ટ્રેલિયાથી આવ્યો હતો. તેણે મોઢા પર માસ્ક પહેરી રાખ્યું હતું. તે કોહલી પાસે પહોંચ્યો ત્યારબાદ તેને મેદાનમાંથી બહાર લાવવામાં આવ્યો અને તેની ધરપકડ કરવામાં આવી. આ વ્યક્તિને ચંદ્રખેડા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. તેણે દાવો કર્યો કે તે વિરાટ કોહલીનો ફેન છે.

આ પણ વાંચો-વીડિયો : વર્લ્ડ કપની ચાલુ મેચમાં મેદાનમાં પ્રવેશનાર ઓસ્ટ્રેલિન યુવક સામે નોંધાયો ગુનો, જાણો યુવાને શું કહ્યું

સોશિયલ મીડિયા પર આ અંગે મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી હતી. કેટલાક લોકોએ કહ્યું કે આ ખૂબ જ સાહસિક કૃત્ય છે. કેટલાકે કહ્યું કે આ સંદેશ મેળવવો મહત્વપૂર્ણ છે. આ સિવાય કેટલાક લોકો એવા પણ હતા જેમણે ખેલાડીઓની સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમનું માનવું હતું કે ફાઈનલ મેચમાં જો કોઈ આ રીતે મેદાનમાં પ્રવેશી શકે છે તો તે ખેલાડીઓની સુરક્ષામાં મોટો ભંગ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">