AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Junagadh : તાલુકા પંચાયતના પ્રમુખ માટે માળિયા હાટીનાના સરપંચોએ ચડાવી બાંય, ભાજપની નો રિપીટ થિયરીનો કર્યો વિરોધ, જુઓ Video

Junagadh : તાલુકા પંચાયતના પ્રમુખ માટે માળિયા હાટીનાના સરપંચોએ ચડાવી બાંય, ભાજપની નો રિપીટ થિયરીનો કર્યો વિરોધ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2023 | 11:22 AM
Share

જૂનાગઢમાં ભાજપની નો રિપીટનાં નિયમ સામે વિરોધ નોંધાયો છે. માળિયાહાટીનાના સરપંચોએ ભાજપની નો રિપીટનાં નિયમ સામે વિરોધ નોંધાવ્યો છે. અને ચિમકી ઉચ્ચારી કે જો નિયમ યથાવત રાખાશે તો આવનારી લોકસભાની ચૂંટણીમાં તકલીફ પડશે. મહત્વનું છે કે તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખનો સમય ગાળો પૂર્ણ થઈ ગયો છે.

Junagadh : જૂનાગઢમાં ભાજપની નો રિપીટનાં નિયમ સામે વિરોધ નોંધાયો છે. માળિયાહાટીનાના સરપંચોએ ભાજપની નો રિપીટનાં નિયમ સામે વિરોધ નોંધાવ્યો છે. અને ચિમકી ઉચ્ચારી કે જો નિયમ યથાવત રાખાશે તો આવનારી લોકસભાની ચૂંટણીમાં તકલીફ પડશે.

આ પણ વાંચો : Junagadh: જૂનાગઢમાં ખેડૂતોને અપૂરતા વીજ પુરવઠાને લઈ કચેરીમાં પહોંચી અધિકારીની ચેમ્બરમાં રામધૂન કરી, જુઓ Video

મહત્વનું છે કે તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખનો સમય ગાળો પૂર્ણ થઈ ગયો છે. જેને લઈને થોડા દિવસો અગાઉ નિરીક્ષકોએ પ્રમુખ-ઉપપ્રમુખનીસેન્સ લીધી હતી. ત્યારે માળીયા તાલુકા પંચાયતના પ્રમુખ ભાવનાબેન હતા તે રિપીટ થાય તેવી સરપંચો માગ કરી રહ્યા છે.

મહેસાણાના વિસનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસને ઝટકો

તો મહેસાણાની વિસનગર તાલુકા પંચાયતમાં પણ કંઇક આવો જ ખેલ જોવા મળ્યો. ભાજપ પાસે અનુસૂચિત જાતિના મહિલા સભ્યની ખોટ હતી, બહુમતિ છતાં કોંગ્રેસના પ્રમુખ બને તેવી પ્રબળ શક્યતા હતી પરંતુ ભાજપ નહોતું ઇચ્છતું કે કોંગ્રેસનો પ્રમુખ બને. આખરે આરોગ્યપ્રધાન એક્શનમાં આવ્યા અને ઋષિકેશ પટેલે એવો તો ખેલ પાડ્યો કે, એક પછી એક કોંગ્રેસની ત્રણ વિકેટો ખેરવી નાખી અને ત્રણેય કોંગ્રેસના સભ્યોએ કેસરિયા કર્યા હતા.

જૂનાગઢ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 10, 2023 11:20 AM
g clip-path="url(#clip0_868_265)">