પતંગની સાથે સાથે પવન અને આકાશ પણ તૈયાર ! હવામાન વિભાગની આગાહી બાદ પતંગપ્રેમીઓનો ઉત્સાહ ચરમસીમાએ – જુઓ Video

પતંગની સાથે સાથે પવન અને આકાશ પણ તૈયાર ! હવામાન વિભાગની આગાહી બાદ પતંગપ્રેમીઓનો ઉત્સાહ ચરમસીમાએ – જુઓ Video

| Edited By: | Updated on: Jan 12, 2026 | 3:50 PM

આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એવામાં ઉત્તરાયણ પર્વને લઈને પતંગ રસિયાઓમાં ખુશીનો માહોલ છવાયો છે.

આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આવનારા દિવસોમાં તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ઘટી શકે છે. ઉત્તરથી ઉત્તર પૂર્વ દિશામાં ઠંડો પવન ફૂંકાશે, તેવી આગાહી કરવામાં આવી છે. હવે ઠંડા પવન સાથે તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો વધશે.

બીજી તરફ, ઉત્તરાયણ પર્વને લઈને પતંગ રસિયાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. 14 અને 15 જાન્યુઆરી દરમિયાન પવનની ગતિ અનુકૂળ રહેવાની શક્યતા છે. આ દિવસોમાં 5 થી 15 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વધુમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં પણ સારો પવન રહેવાની આગાહી કરવામાં આવી છે.

જોવા જેવું એ છે કે, રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. કચ્છના નલિયામાં સૌથી નીચું 6.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 14.8 ડિગ્રી નોંધાયું છે, જ્યારે અમરેલીમાં તાપમાન 9.7 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ ઉત્તરાયણના દિવસે 5 થી 15 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ સાથે જ અમદાવાદમાં તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના હોવાથી ઠંડકનો અહેસાસ યથાવત રહેશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Published on: Jan 12, 2026 03:50 PM