Mahisagar: આરોપીને ઝડપવા માટે પોલીસ અંબાજી પદયાત્રી બની પગપાળા ચાલવા લાગી, SOG એ ફરારને ઝડપ્યો, જુઓ Video
મહિસાગર પોલીસ સાબરકાંઠા જિલ્લામાં અંબાજીના પદયાત્રી બનીને પગપાળા ચાલવા લાગી હતી. આરોપીને પકડવાના હેતુથી એસઓજી પોલીસની ટીમ ચાલતા અંબાજી જતા પદયાત્રીઓ સાથે ચાલવા લાગીને બાતમી મુજબના આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. પોલીસના જવાનો અને અધિકારી ખેડબ્રહ્મા વિસ્તારમાં અંબાજીના માર્ગે પાંચ કિલોમીટર સુધી ચાલી હતી અને આરોપીની ઓળખ કરી લઈ આરોપી ચાલાકી પૂર્વક ભીડનો લાભ […]
મહિસાગર પોલીસ સાબરકાંઠા જિલ્લામાં અંબાજીના પદયાત્રી બનીને પગપાળા ચાલવા લાગી હતી. આરોપીને પકડવાના હેતુથી એસઓજી પોલીસની ટીમ ચાલતા અંબાજી જતા પદયાત્રીઓ સાથે ચાલવા લાગીને બાતમી મુજબના આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. પોલીસના જવાનો અને અધિકારી ખેડબ્રહ્મા વિસ્તારમાં અંબાજીના માર્ગે પાંચ કિલોમીટર સુધી ચાલી હતી અને આરોપીની ઓળખ કરી લઈ આરોપી ચાલાકી પૂર્વક ભીડનો લાભ ઉઠાવીને ફરાર થાય એ પહેલા જ ઝડપી લીધો હતો.
આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગર બાયપાસ માર્ગ પર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો, અકસ્માતો સર્જાતા હોવાને લઈ સર્કલ બનાવવા કરી માંગ, જુઓ Video
SOG ની ટીમને વર્ષ 2022ના દરમિયાન ચલણી નોટોના ગુનાના એક આરોપીને ઝડપવાનો હતો. આ આરોપી ચાલાકી વાપરીને નાસતો ફરતો હતો. પરંતુ પોલીસને આરોપી અંબાજી પદયાત્રાએ જઈ રહ્યો હોવાની બાતમી મળતા મહિસાગર SOG ની ટીમ અંબાજીના માર્ગ પર ગોઠવાઈ ગઈ હતી. આરોપીનુ લોકેશન ખેડબ્રહ્મા આસપાસ હોવાને લઈ વર્ણન મુજબના આરોપીની ઓળખ કરીને પોલીસ અંબાજી યાત્રાળુ બનીને પગપાળા સંઘમાં ચાલવા લાગી હતી. LCB PI એસએમ ખાંટે આ અંગેની વિગતો મીડિયાને આપી હતી. પોલીસ જવાનોએ ગળામાં અંબાજી પદયાત્રીઓ જેવા ખેસ સહિત ભક્તિમય વેશ ધારણ કરીને જય અંબેના નાદ સાથે પગપાળા ચાલવા લાગ્યા હતા. આરોપીની ચાલાકીને જાણતા પોલીસ કર્મીઓએ સૂઝબૂઝ સાથે ઝડપી લઈને જેલના હવાલે કર્યો હતો.
મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો





