Mahisagar: ગોધરાથી મોડાસા જઈ રહેલા પરિવારનો લુણાવાડા નજીક અકસ્માત, ગાડીના થયા ટૂકડે ટૂકડા, 4 લોકોનો ચમત્કારિક બચાવ

Mahisagar: મહિસાગરમાં લુણાવાડાના મધવાસ ગામ નજીક ગોધરાથી મોડાસા જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમા ગાડીના ટૂકડે ટૂકડા થયા હતા, જો કે પરિવારના તમામ લોકોનો ચમત્કારિક બચાવ થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2022 | 6:38 PM

મહિસાગર (Mahisagar)ના લુણાવાડાના મધવાસ ગામ નજીક એક વિચિત્ર અકસ્માત (Accident)ની ઘટના ઘટી હતી. મધવાસ ગામ નજીક નદીના પુલ પર આ અકસ્માત થયો હતો. જેમા ગોધરાથી મોડાસા જઈ રહેલો પરિવાર મધવાસ ગામની પુલ પરથી પસાર થઈ રહ્યો હતો તે સમયે તેમની કાર પલ્ટી ખાઈ ગઈ હતી, જેમા ગાડીના ટૂકડે ટૂકડા થઈ ગયા હતા, જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. કારમાં સવાર ચારેય લોકોનો ચમત્કારિક બચાવ થયો છે. ગાડીના દરેકે દરેક સ્પેરપાર્ટના ટૂકડે ટૂકડા થઈ ગયા હતા, જો કે સદ્દનસીબે કારમાં સવાર ચારેય લોકોનો ચમત્કારિક રીતે બચાવ થયો છે.

ગંભીર અકસ્માતમાં 4 લોકોનો ચમત્કારિક બચાવ

અકસ્માતની આ ઘટના ઘણી ગંભીર હતી. જેમા ગાડીના ટૂકડાઓ દૂર દૂર સુધી ઉડ્યા હતા. કોઈ ટૂકડો અહીં પડ્યો તો કોઈ ત્યાં પડ્યો એવી સ્થિતિ હતી. કાર ધડાકાભેર પુલ સાથે અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. જેમા ગાડીનો સંપૂર્ણપણે કચ્ચરઘાણ નીકળી ગયો છે, પરંતુ તેમા સવાર ચારેય લોકોનો બચાવ થયો છે. રામ રાખે તેને કોણ ચાખે તે કહેવત અહીં યથાર્થ સાબિત થઈ રહી છે.

જો કે અકસ્માતના જે પ્રકારે દૃશ્યો સામે આવ્યા છે તેને જોતા એટલુ તો ચોક્કસ છે કે અકસ્માતની આ ઘટના ઘણી ગંભીર હતી. પરંતુ તેમા સવાર લોકોને માત્ર નાની-મોટી ઈજા આવી હતી. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા જમા થઈ ગયા હતા અને તેમણે ગાડીમાં સવાર લોકોને સલામત રીતે બહાર નીકળવામાં મદદરૂપ થયા હતા.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">