ન્યાય નહીં તો મત નહીં ! કથળતી કાયદા વ્યવસ્થાને પગલે આ શહેરોના સ્થાનિકોએ કર્યો ચૂંટણી બહિષ્કાર

વિરનગરમાં છેલ્લા 2 મહિનામાં 6 જેટલી ચોરી થઈ છે. સ્થાનિકોની ફરિયાદ બાદ પણ પોલીસ હજુ સુધી કોઇ ચોરીનો ભેદ ઉકેલી શકી નથી જેને લઇને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Nov 22, 2022 | 12:40 PM

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : જસદણના વિરનગરમાં કાયદો-વ્યવસ્થાની કથળતી સ્થિતિને લઇને સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો છે. વિરનગરમાં છેલ્લા 2 મહિનામાં 6 જેટલી ચોરી થઈ છે. સ્થાનિકોની ફરિયાદ બાદ પણ પોલીસ હજુ સુધી કોઇ ચોરીનો ભેદ ઉકેલી શકી નથી જેને લઇને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિરનગર CCTVથી સજ્જ હોવા છતાં પણ તસ્કરો બેફામ બન્યા છે, ત્યારે હવે સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કાર કરી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.

સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો

રાજકોટના ધોરાજીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ફરી પોસ્ટર વોર શરૂ થયું છે. ધોરાજીના અનેક વિસ્તારમાં સ્થાનિક ઉમેદવારને મત આપવાની અપીલ સાથે પોસ્ટર લાગ્યાં છે. સ્ટેશન રોડ, ગેલેક્સી ચોક, પોસ્ટ ઓફિસ સહિતના વિસ્તારમાં સ્થાનિક ઉમેદવારને મત આપવાની અપીલ સાથેના પોસ્ટર લાગ્યાં છે. ધોરાજીના અનેક વિસ્તારમાં પોસ્ટર લાગતા રાજકારણ ગરમાયું છે.\

 

(ઈનપૂટ ક્રેડિટ- રાજેશ લિંબાચિયા)

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati