ઉત્તરાયણ પર ઊંધિયાની જયાફત માણવા અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં દુકાનો બહાર લાગી લાંબી કતાર, જુઓ Video

| Edited By: | Updated on: Jan 14, 2025 | 2:30 PM

ઊંધિયાના સ્વાદ વિના ઉત્તરાયણની ઉજવણી અધુરી જ કહેવાઈ છે. અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં આજે સવારથી જ ઊંધિયું ખરીદવા માટે લોકો ઉમટ્યા હતા. ઊંધિયા-જલેબીના સ્ટોલ પર રીતસરની લોકોની લાઈનો લાગી હતી. ઉત્તરાયણના દિવસે મસાલેદાર ઊંધિયું અને જલેબી ખાવાની વર્ષો જૂની પરંપરા ગુજરાતવાસીઓએ અકબંધ રાખી છે.

ગુજરાતમાં ઉતરાયણની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે. ઉત્તરાયણ હોય અને ગુજરાતમાં ઊંધિયું ન હોય તે કેવી રીતે ચાલે, આજે વહેલી સવારથી જ બજારોમાં ઊંધિયું, ફાફડા – જલેબી, ચિક્કીની ખરીદી કરવા માટે લાંબી કતારો જોવા મળી રહી છે.

ઊંધિયાના ભાવમાં ધરખમ વધારો થયો હોવા છતા લોકોએ ઊંધિયાની મજા માણવા માટે સવારે 6 વાગ્યાથી લોકો લાઈનમાં ઉભા રહ્યાં છે.અમદાવાદીઓ આજે ફક્ત એક જ દિવસે લાખો રૂપિયાનું ઊંધિયું ખાય જાય છે. સવારથી જ ઉંધીયાના સ્ટોલ અને દુકાનોમાં ઊંધિયું ખરીદવા લોકોની લાંબી લાઇન લાગી છે.

વડોદરામાં વહેલી સવારથી જ ઊંધિયું ખરીદવા માટે લોકો ઉમટ્યા હતા. ઊંધિયા-જલેબીના સ્ટોલ પર રીતસરની લોકોની લાઈનો લાગી હતી. ઉત્તરાયણના દિવસે મસાલેદાર ઊંધિયું અને જલેબી ખાવાની વર્ષો જૂની પરંપરા, વડોદરાવાસીઓ અકબંધ રાખી છે.

તો રાજકોટમાં પણ ઉત્તરાયણના પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી છે. ત્યારે આજે વહેલી સવારથી લોકોએ ઊંધિયુ જલેબીની જયાફત માણી છે. સવારથી ઊંધીયું સાથે જલેબી અને ખીચડાની ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી રહી છે. ગત વર્ષ કરતા 4 થી 5 ટકાનો ભાવમાં વધારો જોવા મળ્યો છે.