Vadodara: બાળકને બેરહેમીથી મારનાર કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી વધુ તપાસના આદેશ અપાયા

બનાવની ગંભીરતાને લઈને પોલીસ કમિશનરે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી તપાસના આદેશ આપ્યો છે. આ ઘટનાની તપાસ એ ડિવઝન એસીપી ડી.જે.ચાવડાને સોંપાઈ છે. આ સાથે બાળકનું તબીબી પરીક્ષણ અને સારવાર કરાવવામાં આવી છે.

Vadodara: બાળકને બેરહેમીથી મારનાર કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી વધુ તપાસના આદેશ અપાયા
Vadodara: Constable who brutally beat a child has been suspended and further investigation has been ordered.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 1:22 PM

વડોદરા (Vadodara) શહેરના છાણી પોલીસ મથક (police station) ના એક કોન્સ્ટેબલ (Constable) દ્વારા બાળક પર ગુજારવામાં આવેલ અમાનુષી અત્યાચાર (Atrocities) ની શરમજનક કરતૂત સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ હતી, ખાખી વર્ધિ ધારી આ પોલીસ કોન્સ્ટેબલ બાળક (child) ને થપ્પડ અને લાતોથી માર મારતો કેમેરામાં કેદ થયો હતો. આ ઘટના બહાર આવ્યા બાદ વડોદરાના પોલીસ કમિશનર શમશેર સિંઘે પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે.

બનાવની ગંભીરતાને લઈને પોલીસ કમિશનરે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી તપાસના આદેશ આપ્યો છે. આ ઘટનાની તપાસ એ ડિવઝન એસીપી ડી.જે.ચાવડાને સોંપાઈ છે. છાણી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ દ્વારા બાળકને માર મારવાની ઘટનાની તપાસ મુદ્દે એસીપી ડી.જે. ચાવડાએ જણાવ્યું કે બનાવની ગંભીરતા જોઈ રાતથી જ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. નંદેશરી પોલીસ મથકે આ બાબતે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે બાળકનું તબીબી પરીક્ષણ અને સારવાર કરાવવામાં આવી છે.

બાળક દોડતા દોડતા એક દુકાનમાં ઘૂસે છે.કોન્સ્ટેબલ પણ તેની પાછળ પાછળ આવે છે, દુકાનમાં ઘુસી ગયેલા બાળકને મારતા મારતા તેનો હાથ પકડી કોન્સ્ટેબલ હાથ મંચકોડી નાંખી બહાર લાવી થપ્પડ અને લાતો ઝીંકી ખાખીનો રોફ બતાવે છે, આસપાસ ઉભેલા લોકોની સમજાવટ બાદ પોલીસ કોન્સ્ટેબલ ત્યાંથી રવાના થાય છે.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

આ ઘટના નંદેસરી પોલીસ મથક ની હદમાં બની છે. બાળક પર અત્યાચાર ગુજારનાર પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ છાણી પોલીસ મથકમાં ફરજ બજાવે છે. છાણી પીઆઈ રજા પર હોવાથી તેઓનો ચાર્જ નંદેસરી પીઆઇ પાસે છે અને છાણી પોલીસ મથકની કેટલીક જરૂરી ટપાલો તથા કાગળો પર સહી લેવા માટે કોન્સ્ટેબલ શક્તિસિંહ PCR વેન માં નંદેસરી પોલીસ મથકે આવ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.

PCR વેન જઈ રહી હતી ત્યારે અચાનક આ બાળક PCR વેન ની આગળ આવી જતા ઉશ્કેરાઈ ગયેલા કોન્સ્ટેબલ શક્તિસિંહ બાળકને પકડીને આ રીતે બેહરમીપૂર્વક માર મારતા બાળક ને હાથ ના ભાગે ઇજા પહોંચી છે અને સમગ્ર ઘટના cctv કેમેરામાં કેદ થઈ ગઈ,બાળક ની માતા ની ફરિયાદ ને આધારે નંદેસરી પોલીસ મથકે કોન્સ્ટેબલ શક્તિસિંહ વિરુદ્ધ એનસી ગુનો દાખલ કરવામાં આવ્યો છે આગળ ની કાનૂની કાર્યવાહી કોર્ટ ના માર્ગદર્શન બાદ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Jamnagar: સીદસર ઉમિયાધામમાં ‘માનું તેડુ’ દશાબ્દી મહોત્સવની ઉજવણી, મુખ્યમંત્રીએ હાજરી આપી

આ પણ વાંચોઃ  Dahod: PM મોદીની કાર્યક્રમ પહેલા સુરક્ષા સઘન કરાઇ, RAFની ટીમે કેટલાક ગામોમાં ફ્લેગ માર્ચ કર્યુ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">