શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીની મોટી જાહેરાત, રાજ્યના પ્રાથમિક શિક્ષકોને આજથી 100 ટકા જિલ્લા ફેરબદલીનો લાભ મળશે

શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીની મોટી જાહેરાત, રાજ્યના પ્રાથમિક શિક્ષકોને આજથી 100 ટકા જિલ્લા ફેરબદલીનો લાભ મળશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 4:49 PM

પહેલા શિક્ષકો 10 વર્ષ બાદ જ બદલી માટેની અરજી કરવા માટે લાયક ઠરતા હતા, પરંતુ સરકારના નિર્ણયથી આ સમયગાળો ઘટાડીને હવે 5 વર્ષનો કરવામાં આવ્યો છે. શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, આ જાહેરાતથી શિક્ષકોની નવી ભરતી બદલી કેમ્પ બની રહેતા અટકશે.

ગુજરાતના પ્રાથમિક શિક્ષકો (Primary teachers) માટે શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી (Jitu vaghani)એ મોટી જાહેરાત કરી છે. તેમણે પત્રકારોને સંબોધતા જણાવ્યુ હતુ કે રાજ્યના પ્રાથમિક શિક્ષકોની 100 ટકા જિલ્લા ફેરબદલી (Transfer)નો ઠરાવ આજથી લાગુ કરવામાં આવ્યો. જેનો સીધો લાભ ગુજરાતના 2 લાખથી વધારે શિક્ષક અને તેમના પરિવારજનોને મળશે. રાજ્ય સરકારે 2012ના પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમો પણ સંપૂર્ણપણે રદ કર્યા છે. ગુજરાતના પ્રાથમિક શિક્ષકોની વર્ષો જૂની માંગણીઓનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. આ ઉપરાંત અગાઉ 10 વર્ષથી એક જ જગ્યાએ નોકરી કરવાની નિમણુકો આપવામાં આવી હતી. તે ઠરાવ પણ રદ કરી દેવાયો છે. આ નવો ઠરાવ આગામી 3,300 વિધા સહાયકોની ભરતી પ્રક્રિયામાં પણ લાગુ પડશે.

જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદમાં નિવેદન આપતા કહ્યું કે સરકાર પારદર્શકતા સાથે નિર્ણયો કરી રહી છે. આ સાથે જ તેમણે વધુમાં કહ્યું કે પ્રાથમિક શાળાના શિક્ષકોની બદલીના નિયમો બનાવવામાં આવ્યા છે, સાથે જ સમય મર્યાદામાં ઘટાડો કરાયો છે. જીતુ વાઘાણીએ કહ્યું કે 2012ના નિયમો રદ્દ કરવામાં આવ્યા છે. સાથે જ રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયનો 2 લાખથી વધુ શિક્ષકોને લાભ મળશે. તેમણે ઉમેર્યું કે અત્યાર સુધીમાં 40 ટકા શિક્ષકોની ફેરબદલીનો લાભ મળતો હતો, પરંતુ હવેથી આજથી 100 ટકા શિક્ષકોને લાભ મળવાપાત્ર થશે.

ઉલ્લેખનીય છે કે પહેલા શિક્ષકો 10 વર્ષ બાદ જ બદલી માટેની અરજી કરવા માટે લાયક ઠરતા હતા, પરંતુ સરકારના નિર્ણયથી આ સમયગાળો ઘટાડીને હવે 5 વર્ષનો કરવામાં આવ્યો છે. શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે આ જાહેરાતથી શિક્ષકોની નવી ભરતી બદલી કેમ્પ બની રહેતા અટકશે.

આ પણ વાંચોઃ Ahmedabad: અરવિંદ કેજરીવાલની રેલીમાં ભીડ એકત્ર કરવા નાણાં વહેચાયો હોવાના આક્ષેપ સાથે ભાજપે વિડીયો શેર કર્યો

આ પણ વાંચોઃ Porbandar : કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ માછીમારોની સમસ્યાઓને લઈને ધરણા કર્યા

Published on: Apr 03, 2022 04:45 PM
g clip-path="url(#clip0_868_265)">