Porbandar : ડિમોલિશનને લઈને વિરોધનો વંટોળ, ટોળાને કંટ્રોલ કરવા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ

શહેરના મેમણવાળા વિસ્તારમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા લઘુમતી સમાજના લોકોએ ભેગા થઈ વિરોધ કર્યો હતો. તો કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ પણ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2022 | 8:09 AM

પોરબંદર (Porbandar)  જિલ્લામાં મેગા ડિમોલિશનની (Demolition) કામગીરીનો વિરોધ થયો છે. મેમણવાળા વિસ્તારમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા લઘુમતી સમાજના લોકોએ ભેગા થઈ વિરોધ કર્યો હતો. એકઠા થયેલા લોકોએ વહીવટી તંત્ર અને પાલિકા સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. તો ટોળાને કંટ્રોલ કરવા પોલીસે (porbandar police) ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ગરકાયદે બાંધકામ પર ફરી વળ્યુ બુલડોઝર

તમને જણાવી દઈએ કે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દરિયાકાંઠે આવેલા ગોસા અને નવાગામ સહિતના ગામોમાં કેટલાક લોકોએ ગેરકાયદે બાંધકામો કરતા મકાનો અને દુકાનો તોડી પાડવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યુ હતુ કે,અત્યાર સુધી કોઈ વિરોધ કે હિંસાની ઘટના સામે નથી આવી. પરંતુ જો કોઈ સોશિયલ મીડિયામાં (Social media) અફવા ફેલાવીને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

મેગા ડિમોલેશનને લઈ ફેરી બોટ સર્વિસ બંધ

યાત્રાધામ બેટ દ્વારકામાં ડ્રગ્સ માફિયાના ગેરકાયદે દબાણ પર સતત ત્રીજા દિવસે ડિમોલેશન યથાવત જોવા મળ્યુ હતુ. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોટા માથાઓના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે. દાંડી હનુમાન રોડ પર નામચીન પાંજરાવાલાનો અતિ આધુનિક બંગલો તોડી પાડવામાં આવ્યો છે. ગૌચર અને ગામતળની જમીનો પર ગેરકાયદે દબાણો હટાવવા માટે હથિયારો સાથે પોલીસે ધામા નાખ્યા છે. બીજી તરફ મેગા ડિમોલેશનને લઈ ફેરી બોટ સર્વિસ બંધ રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. મહત્વપૂર્ણ છે કે, બેટ દ્વારકામાં સાડા ત્રણ કરોડની કિંમતની જમીન પર બુલડોઝર ફર્યું છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">