એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી : રાજકોટના જેતપુરમાં 4 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 2ની ધરપકડ – જુઓ Video
દારૂબંધી ધરાવતા આપણા ગુજરાતમાં બુટલેગરો અવનવી રીતોથી દારૂની હેરાફેરી કરી રહ્યા છે. એવામાં દારૂબંધીને લઈને એક ચોંકવાનારો કિસ્સો બહાર આવ્યો છે.
દારૂબંધી ધરાવતા આપણા ગુજરાતમાં બુટલેગરો અવનવી રીતોથી દારૂની હેરાફેરી કરી રહ્યા છે. એવામાં દારૂબંધીને લઈને એક ચોંકવાનારો કિસ્સો બહાર આવ્યો છે.
રાજકોટ જિલ્લાના જેતપુર શહેરના ભોજાધાર વિસ્તારમાં પોલીસે આ ઘટનાનો પર્દાફાસ કર્યો છે. રાજકોટમાં જેતપુર શહેરના ભોજાધાર વિસ્તારમાંથી પોલીસે એમ્બ્યુલન્સમાં છુપાવેલો 4 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે તેમજ આરોપી અજય કટારીયા સહિત 2 શખ્સોની ધરપકડ કરી છે. જણાવી દઈએ કે, અજય પર અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે.
પોલીસે જણાવ્યું છે કે, જપ્ત કરેલી એમ્બ્યુલન્સ પર જામનગરની “રામસિંહ મદારસિંહ જાડેજા સમર્પણ હોસ્પિટલ”નું નામ લખેલું જોવા મળ્યું હતું. આ એમ્બ્યુલન્સનો ઉપયોગ ખોટી રીતે કરવામાં આવતો હતો.
એમ્બ્યુલન્સ બાપા સીતારામ ચોક નજીક ખુલ્લા મેદાનમાં શંકાસ્પદ હાલતમાં જોવા મળી હતી. જો કે, પુછપરછમાં ખુલાસો થયો કે એમ્બ્યુલન્સ છોટાઉદેપુર વિસ્તારમાં રિપેરિંગમાં હતી અને ત્યાંથી દારૂ ભરી આવ્યા હતા. હાલ, એમ્બ્યુલન્સ કોની છે અને દારૂનો જથ્થો કોને આપવાનો હતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.