દીવા તળે અંધારું: જૂનાગઢમાં કેદીઓ માટે ફાળવેલી પોલીસ બસમાંથી મળ્યો દારૂ, જાણો સમગ્ર ઘટના

Junagadh: જૂનાગઢમાં દીવા તળે અંધારું જેવી સ્થિતિનું સર્જન થયું છે. કેદીઓ માટે ફાળવેલી પોલીસ બસમાંથી દારૂ મળી આવતા ચકચાર મચી ગયો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 11:54 AM

Junagadh: દારૂબંધી માટે જાણીતા ગાંધીના ગુજરાતમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જૂનાગઢમાં કેદી માટે ફાળવેલી પોલીસ બસમાંથી (Police Bus) દારૂ મળી આવ્યો છે. LCB પોલીસે (LCB Police) તપાસ કરી પોલીસ બસમાંથી 19 હજારની કિંમતનો 23 બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો છે. તેમજ કેદીઓની બસના ડ્રાઈવરની અટકાયત પણ કરવામાં આવી છે. આ દીવા તળે જ અંધારા જેવી ઘટનાથી ચકચાર મચી જવા પામ્યો હતો.

સમગ્ર મામલાની વાત કરીએ તો જૂનાગઢ પોલીસની (Junagadh Police) એમ.ટી.શાખામાં પ્રાઇવેટ કોન્ટ્રાક પર આઉટસોર્સિંગથી હરેશ દામજી કોરોટ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો. અને 13 કેદીઓને જૂનાગઢ જેલમાંથી લઈ ઉના કોર્ટમાં લઇ ગયા હતા. પરત ફરતી વખતે તેણે પોલીસ બસની ડેકીમાં આ દારુનો જથ્થો સંતાડ્યો હતો. અને પોલીસ બસમા સવાર અન્ય 10 પોલીસ કર્મીને પણ ડ્રાઇવરે અંધારામાં રાખ્યા હતા.

આ દરમિયાન LCB પોલીસે ઓંચિતી તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. અને બાદમાં LCB પોલીસે 13 કેદીને પરત સહી સલામત જેલ હવાલે કર્યા હતા. સમગ્ર મામલે આરોપી ડ્રાઈવરની અટકાયત કરવામાં આવી હતી.

 

આ પણ વાંચો: Captain Abhinandan Varthaman: બાલાકોટ એરસ્ટ્રાઈકનાં હીરો અભિનંદન વર્ધમાનને વીરચક્રથી સન્માનિત કરાશે, રાષ્ટ્રપતિનાં હસ્તે સન્માન પ્રાપ્ત થશે

આ પણ વાંચો: UP Crime: ડોક્ટર સાહેબ, મને તમારી પત્ની ખૂબ ગમે છે છૂટાછેડા આપી દો, ગેંગસ્ટરે ધમકી આપીને અધધ..રકમ વસૂલી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">