Captain Abhinandan Varthaman: બાલાકોટ એરસ્ટ્રાઈકનાં હીરો અભિનંદન વર્ધમાન વીરચક્રથી સન્માનિત , રાષ્ટ્રપતિનાં હસ્તે સન્માન પ્રાપ્ત

બાલાકોટ એરસ્ટ્રાઈક દરમિયાન પાકિસ્તાનને મોટો ઝટકો આપનારા અભિનંદન વર્ધમાનનું સન્માન વીર ચક્ર આપીને કરવામાં આવ્યું

Captain Abhinandan Varthaman: બાલાકોટ એરસ્ટ્રાઈકનાં હીરો અભિનંદન વર્ધમાન વીરચક્રથી સન્માનિત , રાષ્ટ્રપતિનાં હસ્તે સન્માન પ્રાપ્ત
Abhinandan Vardhaman honored with Vir chakra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 11:53 AM

Captain Abhinandan Varthaman: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind)સોમવારે ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાન(Group Captain Abhinandan Varthaman)ને વીર ચક્ર એનાયત કરવામાં આવ્યો. બાલાકોટ એરસ્ટ્રાઈક(balakot Airstrike)ના એક દિવસ પછી પાકિસ્તાન એરફોર્સ(Pakistan Airforce)ની એલઓસી પર ઘૂસણખોરીને નિષ્ફળ બનાવનાર વિંગ કમાન્ડર (તત્કાલીન) અભિનંદન વર્ધમાનને આ મહિને બઢતી આપવામાં આવી હતી. અભિનંદનને વીર ચક્ર એનાયત કરવાની જાહેરાત પહેલા જ થઈ ચૂકી હતી. અગાઉ તેમને પાકિસ્તાની હવાઈ ઘૂસણખોરી રોકવા માટે શૌર્ય ચક્રથી નવાજવામાં આવ્યા છે.

અભિનંદન ઉપરાંત, સેપર પ્રકાશ જાધવને મરણોત્તર કીર્તિ ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ખતમ કરવાના ઓપરેશનમાં તેમની ભૂમિકા બદલ તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. તે જ સમયે, મેજર વિભૂતિ શંકર ધૌંડિયાલને પણ મરણોત્તર શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. પાંચ આતંકવાદીઓને મારવા અને 200 કિલો વિસ્ફોટકો રિકવર કરવાના ઓપરેશનમાં તેમની ભૂમિકા માટે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

પાકિસ્તાનના જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠનના આત્મઘાતી બોમ્બરે 14 ફેબ્રુઆરી, 2019ના રોજ પુલવામા જિલ્લામાં CRPFના કાફલા પર હુમલો કર્યો હતો, જેમાં 40 જવાન શહીદ થયા હતા. આ પછી, 26 ફેબ્રુઆરીએ ભારતે બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ટ્રેનિંગ કેમ્પ પર હવાઈ હુમલો કર્યો. આ દરમિયાન, 27 ફેબ્રુઆરીએ, અભિનંદને એલઓસી તરફ આગળ વધી રહેલા પાકિસ્તાનના F-16 ફાઇટર એરક્રાફ્ટને પરત મોકલવામાં મોટી ભૂમિકા ભજવી હતી. 

વિંગ કમાન્ડર અભિનંદનનું મિગ-21 બાઇસન પ્લેન પાકિસ્તાની એફ-16 એરક્રાફ્ટ સાથે ડોગફાઇટ કરતી વખતે ક્રેશ થયું અને તે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર (પીઓકે) બોર્ડર પર પહોંચ્યો, જ્યાં તેણે પેરાસુટ લેન્ડિંગ કર્યું હતું. પાકિસ્તાનના લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. બાદમાં કમાન્ડર અભિનંદનને પાકિસ્તાની સૈનિકોએ પકડી લીધો હતો અને તેણે અભિનંદનનો એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં તે આંખે પાટા બાંધેલા અને લોહીથી લથપથ જોવા મળ્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">